કડક બજારથી યુવકનું કારમાં અપહરણ કર્યું, રૂપિયા નથી તેવું કહેતા યુવકને ઢોર માર માર્યો, આખરે ચાર જણા ઝડપાયા
વડોદરા તારીખ 10
અમદાવાદથી યુવકને યુવતીની છેડતી બાબતે સમાધાન કરવા વડોદરા બોલાવ્યો હતો. ત્યારબાદ સયાજીગંજ વિસ્તારમાંથી કારમાં ચાર શખ્સોએ તેનું અપહરણ કરી લઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ અમારે સમાધાન કરાવવુ નથી, તું અમને 50 હજાર રૂપિયા આપી દે તો તને છોડી દઈશું. યુવકે હાલમાં મારી પાસે રૂપિયા નથી તેવું કહેતા તેને ઢોર માર માર્યો હતો. યુવકે મારથી બચવા માટે જુના શેઠને તમામ હકીકત કહેતા તેઓએ સયાજીગંજ પોલીસનો સંપર્ક કરી જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અપહરણકારોને ઝડપી પાડ્યા હતા.
મૂળ રાજસ્થાનનો યુવક નરેશભાઈ ભીખાલાલ ડામોર હાલમાં અલકાપુરી વિસ્તારમાં અમીન રેસિડેન્સીમાં મનીષાબેન મહેશ્વરીના ઘરે રહીને ધરકામ કરતો હતો.આ મકાનમાં મનિશાબેનના સાસુ વયોવૃદ્ધ હોય તેમના કેરટેકર તરીકે અન્ય એક યુવતી પણ કામ કરતી હતી. 9 ડિસેમ્બરના રોજ રાત્રિના એક વાગ્યાની આસપાસ કેરટેકર યુવતી યુવક પાસે પાસે આવી મને ઊંઘ નથી આવતી તેમ જણાવી બીભત્સ વાતો કરવા લાગી હતી. ત્યારબાદ યુવક તેની સાથે અડપલા કરવા લાગતા યુવતી રસોડાની બહાર જતી રહી હતી. ત્યારબાદ યુવક અમદાવાદ ચાણક્યપુરી ખાતે અગાઉ કામ કરતો હતો ત્યા કામે લાગી ગયો હતો. દરમ્યાન તેના શેઠ ગૌતમ શર્માએ ફોન કરી જણાવ્યુ હતું કે તુ મહીલાની છેડતી કરીને ભાગી ગયો છે તો આવ સમાધાન કરાવી આપુ. જેથી યુવક અમદાવાદથી આવી કડક બજારના નાકા પાસે રેલ્વે સ્ટેશન સામે આવીને ઉભો રહ્યો હતો. ત્યારબાદ લોકેશન મોકલી આપતા ગૌતમ શર્મા અનિલ સૌનાવત, શૈલેશ નાગડા તથા હાર્દિક રાઠોડ સાથે કાર લઈને સાંજના સમયે કડક બજારના નાકા પાસે આવી ચાલ ગાડીમાં બેસી જા તેમ જણાવ્યુ હતું. પરંતુ યુવકે કારમાં બેસવાની ના પાડતા તેને બળજબરી પૂર્વક બેસાડીને લઈ ગયા હતા. ત્યારબાદ ખાતે અલકાપુરી ખાતે જયા નોકરી કરતો હતો ત્યા સમાધાન કરવા માટે લઈ ગયા ન હતા. તેઓએ યુવકને જણાવ્યુ હતું કે અમારે સમાધાન નથી કરાવવું. અમને તું રૂ.50 હજાર આપી દે તો તને છોડી મુકીએ. ત્યારે યુવકે હાલમાં તેની પાસે રૂપિયા નથી તેમ જણાવતા ચારેય જણા અપહરણકારે તેને કાર જ ઢોર માર માર્યો હતો. બાદમાં તેને વડોદરા ગોત્રી તથા ગોરવા તરફ કારમા લઈને માર મારતા મારતા ફેરવતા હતા. જેથી યુવકે મારમાંથી બચવા માટે તેના જુના રોઠ સુનિલભાઈ અગ્રવાલને ફોન કરી તમામ વિગત જણાવી હતી. ત્યારે શેઠની ગૌતમ શર્મા સાથે વાત કરાવતા ગૌતમ શર્માએ જણાવ્યુ હતું. તેણે મહીલાની છેડતી કરી હોય ખર્ચાના રૂ.50 હજાર લેવાના છે. ત્યારે સુનિલભાઈ અગ્રવાલે જણાવ્યુ હતું કે રૂપિયા લઈને ક્યા આવવાનુ છે, ત્યારે તેમણે પંડયા બ્રીજ જતા પ્રિયલક્ષ્મી મીલનું ગરનાળું છે ત્યા આવો. ત્યારબાદ સુનિલભાઈએ હોશિયારી પૂર્વક સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા થોડીવારમાં પોલીસની ટીમ અપહરણકારો કારમાં યુવકને લઈને ઉભા હતા. ત્યા પહોંચી ગઈ હતી યુવક સહિત ચાર જણાને સ્ટેશન લઈ આવી હતી. સયાજીગંજ પોલીસે રૂપિયાની માંગણી કરી માર મારનાર ગૌતમ શર્મા સહિત ચાર જણા વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.