11 દિવસ ઘરમાં લાશ પડી રહેતા ડિકમ્પોઝ થઇ ગઇ, પોલીસે પીએમ માટે લાશને એસએસજીમાં ખસેડી, હત્યારા પતિની નેપાળથી ધરપકડ
વડોદરા બિલ વિસ્તારમાં આવેલા મકાનમાં પતિએ છુટાછેડા બાદ રૂપિયા આપવા ના પડ માટે પત્નીની ગળુ દબાવી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોફા પર પત્નીનો મૃતદેહ છોડીને ઘરના દરવાજાને બહારથી તાળુ મારી ફરાર થઇ ગયો હતો. જેથી બોડી ઘરમાં 11 દિવસ સુધી પડી રહેતા ડીકમ્પોઝ થઇ ગઇ હતી. જેથી પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. હત્યારા પતિને અટલાદરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના બામણી ગામે રહેતા પિનલભાઇ ભુપેન્દ્રભાઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા પિતાજી સાથે મમ્મી ભવ્યતાબેનના વર્ષ 2014માં છુટાછેડા થયેલા છે. ત્યારે મમ્મીએ તેજ વર્ષે કેતન પ્રવિણ પટેલ (રહે.બિલગામ વડોદરા મૂળ ભાવનગર) સાથે લગ્ન કર્યા હતા. મમ્મી મને તથા મારી બહેનો ફોન પર વાત કરી હતી કે તેઓ દાદા કુસુમબેનની એકની એક દીકરી હોય તેઓ 13 લાખ આપ્યા હતા. પિતાજીએ છુટાછેટા આપ્યા હતા ત્યારે પણ રૂ તથા 30થી 35 તોલા સોનું આપ્યું હતું. રૂપિયા તથા દાગીના માટે મમ્મી સાથે કેતન પટેલ વારંવાર ઝઘડા કરે છે તેમ રડતી રડતી કહેતી હતી. માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. જેથી અલગ અલગ જગ્યા પર તેઓ રહેતા હતા. વર્ષ 2017માં તેઓ વડોદરા બિલ વિસ્તારમાં પરમ એવન્યુમાં રહેવા માટે આવ્યા હતા ત્યારે મમ્મીએ મને જણાવ્યું હતું કે તેનો પતિ કામ ધંધો કરતો નથી અને રૂપિયાની માગણી કરે છે અને જો રૂપિયા ના આપું તો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તવું જણાવ્યું હતું. દરમિયાન 28 મેના રોજ મમ્મીએ ફોન પર મારી તથા મારી બહેનો સથે વાત કરી કહ્યું હતું કેતન પટેલ છુટાછેડા માટે ઝઘડો કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. ત્યારબાદ મારો તથા મારી બહેનોનો ફોન મારી મમ્મી ઉપડતા ન હતા. ઉપરાત તેમની કાકાની દીકરી અમૃતાબેનનો ફોન પણ ઉપડતા ન હતા. જેથી મને તેમની સાથે કાઇ અજગતુ થયું હોવાનું લાગતા અટલાદરા પીઆઇ એમ કે ગુર્જરના નંબર ફોન કરીને મારા મમ્મી બે દિવસથી ફોન રિસીવ કરતા નથી. જેથી ત્યાં પહોંચીને તપાસ કરવા જણાવ્યું હતું જેથી અટલાદરા પોલીસે જણાવ્યું હતું કે તમારા મમ્મીના ઘરને તાળુ મારેલું છે અને અંદરથી દુર્ગંધ આવે છે જેથી પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી તાળું કાપી દરવાજો ખોલી જતા તમારી મમ્મી સોફા પર મરણ પામેલી હાલતમાં પડેલા છે. 28 મેના રોજ કેતન પટેલે છુટાછેડા બાદ રૂપિયા આપવા ના પડે માટે મકાનમાં ગળુ દબાવી ઠંડે કલેજે હત્યા કરી દરવાજાના તાળુ મારી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને નેપાળથી ઝડપી પાડ્યા બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.