પ્રતિનિધિ વડોદરા તા.7
શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. સગીરા દુકાને છાશ લેવા ગઈ હતી. પરંતુ સગીરા મોડી રાત સુધી ઘરે પરત ફરી ન હતી. પરિવાર દ્વારા સગીરાની શોધખોળ કરાઇ પરંતુ કોઇ પતો નહી લાગતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધખોળ હાથ હાથ ધરી છે.
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા પિતા 15 વર્ષીય સગીર દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. 4 સપ્ટેમ્બરના રોજ તેમની દીકરી અભ્યાસ કરવા માટે શાળામાં ગઈ હતી અને રાબેતા મુજબ છુટયા બાદ સાંજના સવા પાંચેક વાગે ઘરે પરત પણ આવી ગઈ હતી. ત્યારબાદ ઘરેથી દીકરી છાસ લેવા માટે સાંજના આશરે પોણા છ વાગ્યે તેમના ઘરની પાસે આવેલી દુકાન પર ગઈ હતી. પરંતુ દીકરીને છાસ લેવા ગયા બાદ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તે ઘરે પરત ફરી ન હોય પિતા સહિતના પરિવારના સભ્યોએ સગીરા દીકરીના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. ત્યારબાદ તેમના સગા સંબંધીઓમાં પણ દીકરી બાબતે તપાસ કરાવતા ત્યાં પણ નહી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોઈ અજાણ્યા શખ્સ 15 વર્ષીય દીકરીનું અપહરણ કરી ભગાડી ગયો હોવાની પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.