Vadodara

વડોદરા છાણી જગન્નાથ તરુણ નગર વિસ્તારમાં રસ્તો બેસી ગયો




વડોદરામાં પેહલા વરસાદમાં મેઘરાજાની જોરદાર બેટીંગ બાદ પાલિકાની નબળી કામગીરી સામે આવી છે. જેમાં અગાઉ ડ્રેનેજ લાઇનનું કામ કર્યું હતું, તે જગ્યાએ પૂરાણ કરીને બનાવવામાં આવેલો રોડનો ભાગ બેસી ગયો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. સાથે જ નજીકમાં ભૂવો પડ્યો છે. ભૂવાથી બચાવવા માટે સ્થાનિકોએ તાત્કાલીક આડાશ ઉભી કરી છે. સ્થાનિકો દ્વારા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લોકો જણાવે છે કે, પ્રિ મોન્સૂન કામગીરી સમયે અમેં સવાલો ઉઠાવ્યા હતા. છાણી જગન્નાથ તરુણ નગર વિસ્તારના મુખ્ય માર્ગ છે. થોડા સમય પહેલા છાણી જગન્નાથ તરુણ નગર ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી હતી. તે વખતે અમે કામગીરી નબળી થતી હોવાનો અવાજ ઉઠાવ્યો હતો. આ રોડ બેસી જશે તેવી આશંકા તે સમયે વ્યક્ત કરી હતી. નામનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું. આજે રોડ બેસી જવાની સાથે નજીકમાં ભૂવો પડ્યો છે. પબ્લીક માટે કામગીરી કરવામાં આવી નથી. છાણી જગન્નાથ તરુણ નગર તમે જુઓ તો રોડ, તળાવ, કાંસ, ઝાડ ટ્રીમીગ કરવા જે અંગે કોઇ નક્કર કામગીરી થઇ નથી. આ કામગીરી માત્ર કાગળ પર છે. અમે અવાજ ઉઠાવીએ ત્યારે અધિકારીઓ જાગે છે. પરંતુ પછી ઠેર ને ઠેર કોઈ કામ થતા નથી આવા મોટા ખાડા થી કોઈનું વાહન ફસાઈ જાય અને અકસ્માત થાય એવી ભીતિ સેરવાઈ રહી છે. પરંતુ પલિકા ના અધિકારીઓ ક્યારે જાગશે એવા સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top