Vadodara

વડોદરા: છાણી જકાતનાકા સુધીના કાચા પાકા હંગામી દબાણોનો સફાયો


શેડ સહિત રોડ રસ્તાની બંને બાજુના દબાણો દૂર કરી બે ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો



વડોદરા શહેરના છાણી જકાતનાકા અને નિઝામપુરા વિસ્તારની આસપાસ રોડ રસ્તાની બંને બાજુએ તથા આંતરિક રોડ પર શેડ બાંધીને વેપાર ધંધો કરનારા ફ્રુટવાળાઓ સહિત અન્ય મોટર મિકેનિકો તથા વિવિધ વેપાર ધંધો કરનારાના કાચા પાકા હંગામી લારી-ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તના સહારે દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે અંદાજિત બે ટ્રક જેટલો માલસામાન કબજે કરીને પાલિકા શાખામાં જમા કરાવ્યો હતો.



અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ અકસ્માત બાદ શહેરનાં અનેક વિસ્તારના રોડ રસ્તા પર બનેલા કાચા-પાકા હંગામી દબાણોનો સફાયો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યા છે. પરિણામે ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જ્યારે બીજી બાજુ પાલિકાની દબાણ શાખાની ટીમ રોજીંદી રીતે જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરનારાઓ પર ત્રાટકીને રોડ રસ્તા ખુલ્લા કરાવે છે. પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ મોટી રાહત થાય છે. રસ્તા ખુલ્લા થવાથી વાહનચાલકો પણ કોઈપણ જાતના ગભરાટ વિના ડ્રાઇવિંગ કરી શકે છે.

દરમિયાન ગત રોજ ફતેગંજ ચાર રસ્તા આસ પાસ ના રતાઓ પરના દબાણો દૂર કરાયા હતા સાથે સાથે શહેરના પ્રતાપનગર રોડ થી જૂના મકરપુરા રોડ સુધીના દબાણો દૂર કરાયા હતા.

આ ઉપરાંત જુના છાણી જકાતનાકાથી છાણી ટોલનાકા સુધીના વોર્ડ નં. 1-2 ના હંગામી દબાણો કાચા પાકા શેડ બાંધીને વેપાર ધંધો કરનારા ફ્રુટ અને શાકભાજીવાળાઓ સહિત મોટર ગેરેજમાં વાહન રીપેરીંગનો વેપાર ધંધો કરનારા સામે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે ગુરુવાર વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી શરૂ કરી હતી.

દબાણ હટાવની કામગીરી દરમિયાન કોઈ પણ ઠેકાણે ચકમક ના સર્જાય તે હેતુ થી સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે રાખીને પાલિકા દબાણ શાખાની ટીમની દબાણો હટાવવાની કામગીરી કરી હતી. પાલિકાના વોર્ડ 1-2 માં દબાણ હટાવની આ કામગીરી વહેલી સવારથી જ શરૂ થતા ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દબાણ શાખાની કામગીરીથી સ્થાનિક જાહેર રોડ-રસ્તા તથા આંતરિક રોડ રસ્તાઓ અને ફૂટપાથ ખુલ્લા થતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. પાલિકા તંત્રના દબાણ શાખાની ટીમ ની આ કામગીરી દરમિયાન અંદાજિત બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકા શાખામાં જમા કરાવ્યો હતો.

Most Popular

To Top