Vadodara

વડોદરા : છાણીમાં આવેલી કંપની સાથે બિઝનેશ હેડ દ્વારા રૂ.1.30 કરોડની ઠગાઇ

પોતાની સહીનો દુરુપયોગ કરીને પોતાની ભાગીદારીવાળી કંપનીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા

પ્રતિનિધિ વડોદરા તા.7

છાણી વિસ્તારમાં ઓવલી કંપનીમાં નોકરી કરી રહેલા બિઝનેશ હેડ દ્વારા પોતાની સહીનો ઉપયોગ કરીને રૂ.1.30 કરોડ તેની ભાગીદારીની પેટા કંપનીના ખાતામાં બારોબાર જમા કરાવી લીધા હતા. મેનેજમેન્ટ દ્વારા તપાસ કરાવતા બિઝનેશ હેડ તથા તેની માતા બંને પેટા કોન્ટ્રાક્ટની કંપનીમાં ભાગીદાર હાવાનું માલૂમ પડ્યું હતુ. જેથી આસિસ્ટન્ટ મેનેજર દ્વારા બિઝનેશ હેડ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.   

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સ્યોર સેફ્ટી ઇન્ડિયા લિમિટેડ કંપની આવેલી છે. જે કંપની ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના સાધનો, ફેફ ઈન્સ્ટોલેશન તેમજ ફાયરના સાધનો બનાવવા અને લગાવાનો  બિઝનેસ કરે છે. વર્ષ 2011માં આ કંપનીમાં જયમીન નટવરલાલ ઠક્કર (રહે. જય મહાકાળી સોસાયટી, પરીવાર સ્કુલ પાસે, આજવા રોડ, વડોદરા)  એરીયા સેલ્સ કો-ઓડીનર તરીકે કંપનીમાં જોડાયા હતા. આઠથી વર્ષ નોકરી કર્યા બાદ કંપની તરફથી જયમીન નટવરલાલ ઠક્કરને વર્ષ 2020થી બિઝનેશ હેડ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતુ. જેમાં તેમને નવા કામ મંજુર કરવા સહિતના વિવિધ જવાબદારી પણ સોંપાઇ હતી. જેમાં જયમીન નઠવલાલ ઠક્કર દ્વારા સાધનો બનાવવા માટેનો પેટા કોન્ટ્રાક્ટ કંપની આર એન.ઈન્ડસ્ટ્રીઝ તથા શ્રીજી એન્જીનીયરીંગ કંપની આપ્યો હતો. જેમાં કંપની દ્વારા તપાસ કરતા જયમીન ઠક્કર તેમાં ભાગીદારી હતા. ત્યારબાદ સ્યોર કંપનીના કારીગરો સાથે કામ કરાવીને મોટી રકમના બીલો પોતાની સહી દ્વારા પાસ કરાવ્યા હતા. જે બીલો શંકાસ્પદ હોવાની વિગત સ્યોર કંપનીના ઓપરેશન હેડ મોહનીશ ગોડને જણાઈ આવ્યું હતું. જેથી તેઓએ મેનેજમેન્ટને જાણ કરતા મેનેજમેન્ટ દ્વારા તપાસ કરાવી હતી. જેમાં  જાણવા મળ્યુ હતું કે આર એન.ઈન્ડસ્ટ્રીઝ તથા  શ્રીજી એન્જીનીયરીંગ કંપનીના માલિક અને ભાગીદાર તરીકે જયમીન નટવરલાલ ઠક્કર તથા તેમની માતા રેખાબેન નટવરલાલ ઠક્કર છે. જયમીન ઠકકરે બીઝનેસ હેડનો ખોટી રીતે લાભ ઉઠાવી કંપનીના રૂ.1.30 કરોડના ખોટા બીલો પોતાની સહીથી પાસ કરાવીને તેમની ભાગાદારી વાળી કંપનીમાં ટ્રાન્સફર કરી સ્યોર કંપની સાથે છેતરપિંડી કરી છે. જેથી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે છાણી પોલીસ સ્ટેશનમાં બિઝનેસ હેડ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top