Vadodara

વડોદરા : ચોર આવ્યાની બૂમો વચ્ચે આજવા રોડ પર રૂ.11.75 લાખની મતાની લૂંટ

આજવા રોડ પર મકાનમાં મોડી રાત્રીના લુંટારુ ત્રાટક્યાં, હથિયાર બતાવી માતા-પિતા અને પુત્રે પહેરેલા તથા તિજોરીઓમાંથી પણ દાગીના અને રોકડની લૂંટ ચલાવી

પ્રતિનિધિ વડોદરા તા.20

ચોર આવ્યા ચોર આવ્યાની અફવા વચ્ચે આજવા રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં મોડી રાત્રીના સમયે પરિવાર ઉંઘી રહ્યો હતો. તે દરમિયાન લુંટારુ ટોળકી હથિયારો સાથે ઘુસી ગઇ હતી.પરિવારને તલવાર અને ચાકુ સહિતના વિવિધ હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપ્યા બાદ માતા-પિતા તથા પુત્રે પહેરેલા સોનાના દાગીના તથા તિજોરી અને કબાટમાં મુકેલા દાગીના મળી રૂ.11.75 લાખ મતાની લૂંટ કરીને લુટારુઓ ફરાર થઇ ગયા હતા. જેથી ગ્લાસ કંપનીના માલિકે બાપોદ પોલીસ સ્ટેશનમાં લુંટની ફરિયાદ નોંધાવી છે.  

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોમાં હથિયારધારી ટોળકી ચોરી તથા લુંટ કરવાના ઇરાદ અલગ અલગ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. જેને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા અશોકકુમાર જયપ્રકાશ સિંગલ (ઉં.વ.63)  આજવા રોડ ખાતે સરદાર એસ્ટેટમાં સ્ટાર સાયંટીફીક ગ્લાસ કંપની ચલાવે છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ પત્નિ તથા દિકરો સાથે રાત્રીના સમયે જમી ઘરમાં ઉઘી ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યે તેમના રૂમના દરવાજો ખુલવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા. દરમિયાન કોઈ દરવાજાને ધક્કો મારતુ હોય તેઓએ ચોર ચોરની બુમો પાડી રૂમના દરવાજાને અંદરથી દબાવી રાખ્યો હતો પરંતુ બહારથી લુટારુઓએ ધક્કો મારતા દરવાજાનો અંદરનો લોક તુટી જતા ચાર લુંટારુ રૂમમા આવી ગયા હતા. અને ચાર શખ્સોના હાથમાં તલવાર તથા લોક તોડવાનુ લોખંડનુ હથિયાર અન્ય બેના હાથમા ચપ્પુ જેવું હથીયાર હતું.  તેઓએ હથિયાર બતાવી તેમને મારી નાખવાની ધમકી આપી ગળામાં રૂદ્રાક્ષની સોનાની ચેન રૂ  બે લાખ દિકરા અમનના ગળામાં પહેરેલી સોનાની ચેઇન આશરે બે તોલા.રૂ.80 હજાર તથા સોનાનુ કડું બે તોલા રૂ 80 હજાર તેના હાથમાંથી કાઢી લીધુ હતું. ત્યારબાદ તેમની પત્નિના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન રૂ 60 હજાર તથા બંને હાથમાં પહેરેલી ચાર સોનાની બંગડીઓ રૂ.2.40 લાખ, આંગળીમાં પહેરેલ સોનાની આશરે વીંટી રૂ.20 હજારની કાઢી લીધી હતી. ત્યારબાદ રૂમમા રાખેલી લોખંડની તીજોરીનુ લોક તોડી તેમાંથી સોનાના બે બિસ્કીટ, સોનાની બુટ્ટી, રોકડા રૂપીયા 2.50 લાખ, તેમની દિકરી સ્વેતા શાહ કબાટમાંથી સોનાનું મંગળસુત્ર આશરે દોઢ તોલા રૂ.60 હજાર, પેટી પલંગમાંથી ચાંદી દાગીના લુંટી લીધા બાદ દરવાજો હારથી બંધ કરીને લુંટારુઓ ભાગી ગયા હતા.  ત્યારબાદ તેઓએ ચોર ચોરની બુમાબૂમ સોસાયટીના લોકો જાગી ગયા હતા અને દરવાજો ખોલ્યો હતો. જેથી તો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. તેઓએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના અને રોકડ રકમ મળી રૂ.11.75 લાખની લૂંટ કરીને લૂંટારુ ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટરાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top