વડોદરા શહેર સહિતના સાવલી ગોધરા તથા ડેસરમાં પણ દુકાનોને ટાર્ગેટ કરી
ક્રાઇમ બ્રાન્ચે ગોરવા પંચવટી કેનાલ પાસેથી રૂ.19 લાખના મુદ્દામાલ સાથે ત્રણેને દબોચ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.16
ચોરીના વાહનોનો ઉપયોગ કરીને જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરી બુકાનીધારી ટોળકી દ્વારા વડોદરા શહેર તથા સાવલી, ગોધરા, ડેસર જ્વેલર્સની દુકાનો તથા મકાનોમાં ઘરફોડ ચોરીના ગુના આચરતા રીઢા આંતરરાજ્ય ચોર સહિત બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેમાં તરસાલીની માનસી જ્વેલર્સમાંથી ચોરી કરેલા ઘરેણા સહિત રૂ.19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ઘરફોડ તથા વાહનચોરીના 13 ડીટેક્ટ કરવામાં આવ્યાં છે. બંને આરોપી ચોરીના મુદ્દામાલ વેચાણ કરવા સોદો કરતા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી સોનીની પણ ધરપકડ કરાઇ છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં શરદનગરમાં આવેલી માનસી જ્વેલર્સ દુકાનમાં 4 જાન્યુઆરીના રોજ વહેલી સવારે નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને વાસણો તેમજ મૂર્તિઓ મળી 35.550 કિલોગ્રામ તથા ડાયમંડની વિંટીઓ મળી રૂ. 18.77 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા ગયા હતા. જેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી. મોટી ચોરી હોય પોલીસને શંકા ગઇ હતી કે આ ચોરીને કોઇ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્વેલર્સ તથા અન્ય જગ્યાઓ પર બનેલી ચોરીના ગુનાની વોચ કરીને ટેકનિકલ, સીસીટીવી તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત તથા મહારાષ્ટ્રમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામા પકડાયેલો રીઢો આરોપી સતપાલસિંહ ક્રિપાલસિંહ જુની (રહે.વડનગર) શંકાસ્પદ જણાયો હતો. જેથી વડનગર ખાતે તપાસ કરતા ત્યાં આરોપી રહેતો ન હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે રીઢો આરોપી તેના સાગરીત અર્જુનસિંગ સિકલીગર સાથે ચાંદીના દાગીના વેચાણના ઇરાદે ગોરવા પંચવટી કેનાલ પાસે આવ્યો છે અને ત્યાં ચોરીના દાગીના સોની લેવા આવનાર હોય તેની રાહ જોઇને ઉભા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી મુજબના સ્થળ પર તપાસ સતલાપસિંગ સરદાર, અર્જુનસિંગ જંગસિંગ ટાંક તથા મુદ્દામાલ ખરીદવા આવેલો મનિષ જયંતિલાલ સોની (રહે ડેરા ફળિયા, દંતેશ્વર વડોદરા)ને સોદો કરતા કરતી વેળા જ ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા તેમની પાસેથી રૂ.19.05 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
