Vadodara

વડોદરા : ચોમાસુ બેસતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ખૂલી

ડામરના રોડ પર ચરી પડી, વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો :

મોટનાથ મહાદેવ મંદિર પાસે થી ગદા સર્કલ તરફ જવાના માર્ગ તૂટી ગયો :

( પ્રતિનિધિ ) વડોદરા તા.30

વડોદરા શહેરના મોટનાથ મહાદેવ થી ગદા સર્કલ જવાના રોડ પર કોન્ટ્રાક્ટર નો બોલતો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. ચોમાસા પહેલા બનાવેલા રોડ પર રોડ તૂટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે.

ચોમાસુ આવે એટલે કોન્ટ્રાક્ટર અધિકારીની મિલીભગતની પોલ ખૂલી જાય છે. વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં રોડ તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે. રોડ પર ભુવા પડે રોડ બેસી જાય કે રોડ પર ચરી પડી જતી હોય છે. સ્માર્ટ સિટી વડોદરામાં દર વર્ષે પ્રિ-મોનસુનની કામગીરી તદ્દન ફેલ જાય છે. દર વર્ષે કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે અને બીજા વર્ષે ફરી રોડ બનાવે છે જેના કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે અને નાગરિકોના ટેક્સના રૂપિયા વેડફાય છે. હવે કોન્ટ્રાક્ટર પર રોડની મર્યાદા એક વર્ષ રહી હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાકટર આપવામાં આવે છે ત્યારે મિનિમમ ત્રણ પાંચ અને દસ વર્ષનો રોડ ની જિમ્મેદારી કોન્ટ્રાક્ટરની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મીલી ભગત ના કારણે રોડ તૂટે છે. ત્યારે જે તે વોર્ડમાંથી જ રોડની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ તેને વેઠવાનો વારો નાગરિકોને આવતો હોય છે.

વડોદરા શહેરના મોટનાથ મહાદેવથી ગદા સર્કલ જવાના રોડ પર ચોમાસા પહેલા બનાવેલો રોડ બેસી ગયો હતો. રોડ પર તિરાડો પડેલી દેખાવા જોવા મળી રહી હતી. દેખાય છે કે, કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોય તેની પર પાલિકાના અધિકારીનું સુપરવાઈઝર કરવામાં નથી આવી રહ્યું તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે આવી રીતે રોડ તૂટી જવાના બનાવવાના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે. રોડમાં પણ અધિકારીને અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચારની પોલ ખુલી હતી.

Most Popular

To Top