Vadodara

વડોદરા ચેપ્ટર ઓફ WIRC of ICSI દ્વારા શિક્ષક પરિષદ-2024નું આયોજન થયું

*
વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા શિક્ષક પરિષદ-2024 નું આયોજન 30મી નવેમ્બર 2024ના રોજ એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે દીપ અશ્વિનભાઈ પટેલ ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. કેતન ઉપાધ્યાય – ડિન ફેકલ્ટી ઓફ કોમર્સ,MSU, વડોદરા, આ કોન્ફરન્માં ડૉ. CS હેમંત વાળંદ – પ્રોફેસર દ્વારા મહત્વનો ફાળો અને સહકાર મળ્યો હતો,

વિશિષ્ટ વક્તા તરીકે ડૉ. રેખા કુમારી સિંહ ઉપસ્થિત રહ્યા. ડૉ. રેખા કુમારી સિંહે SELF SWOT એનાલિસિસ (ખુદ ની મજબૂતાઈ, નબળાઈ, તકો અને પડકારો) વિષય પર ખૂબ જ રસપ્રદ અને તથ્યાત્મક સત્ર યોજ્યું હતું.

વિશિષ્ટ વક્તા CS (ડૉ.) દિવ્યેશ પટેલે કંપની સેક્રેટરીઝના ક્ષેત્ર અને તેમાં રહેલી અનેક તકો પર પોતાની મહત્ત્વપૂર્ણ માહિતી આપતા શિક્ષકોને નવા ક્ષેત્રોમાં માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.

ICSI વડોદરા ચેપ્ટરના ચેરમેન શ CS મિતુલ સુથારે તમામ શિક્ષકોને ICSI, CS કોર્સ, ICSI ઓન લાઇન ફ્રી શિક્ષણ, CS મિત્ર યોજના અને શિક્ષક તરીકેની મહત્વની ભૂમિકા વિષે માહિતી આપતા શિક્ષણ ક્ષેત્રે નિમણુક ધરાવતા લોકોનું મહત્વ બતાવ્યું અને CAP (કેરિયર અવરેનેસ પ્રોગ્રામ) માટેની વાત મૂકી અને તેને લઈને આ કોન્ફરન્સ ને અંતે શિક્ષકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા ની સંપૂર્ણ ટીમ આવી શૈક્ષણિક અને CS ની જાગૃતતા વધે તેવી અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે. કે જે શિક્ષણ અને કારકિર્દી નિર્માણ માટે અનોખી પ્રેરણા આપતી હોય છે તેવું ICSI વડોદરા ચેપ્ટર ના ચેરમેન CS મિતુલ સુથાર જણાવે છે.

Most Popular

To Top