Vadodara

વડોદરા ચેપ્ટર ઓફ ICSI એ વિદ્યાર્થી મહોત્સવની ઉજવણી કરી


ICSI દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી જુલાઇ મહિનામાં ભારતભરમાં સીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આંતરિક યોગ્યતાનો વિકાસ થાય તે માટે સ્ટુડન્ટ મંથની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા ચેપ્ટર ઓફ ICSI દ્વારા જુલાઇ મહિનામાં સ્ટુડન્ટ મંથની ઉજવણી કરતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શૈક્ષણિક, કૌશલ્ય વિકાસ અને બીજી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓના વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.



જે વિશે માહિતી આપતા વડોદરા ચેપ્ટર ઓફ ICSI ના ચેરમેન CS મિતુલ સુથાર અને TEFC ચેરમેન CS અલ્પેશ પંચાલે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ મંથની ઉજવણી દરમિયાન યુવાનોની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા વિષય પર વકૃત્વ સ્પર્ધા, સોશિયલ મીડિયા : આશીર્વાદ કે આફત વિષય પર ડીબેટ, કોર્પોરેટ ગવર્નન્સ સર્વિસિસ પર પાવર પોઇન્ટ સ્પર્ધા, ESG વિષય પર વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ, રક્તદાન શિબિર, સશસ્ત્ર દળોમાં AI ભૂમિકા પર નિબંધ લેખન સ્પર્ધા, ફેકલ્ટી ઇન્ડક્શન પ્રોગ્રામ અને ફન પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓ માટે સંચાર/સોફ્ટ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ, વૃક્ષારોપણ અભિયાન, CSR પર ચિત્રકામ સ્પર્ધા, CS માં કારકિર્દી જાગૃતિ કાર્યક્રમ, શૂન્ય ફરિયાદ દિવસ, રાષ્ટ્રીય ધ્વજ દિવસ, મૉક ઇન્ટરવ્યૂ, શૈક્ષણિક વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા લેખ, કૌશલ્ય ભારત વિષય પર પોસ્ટર બનાવવાની સ્પર્ધા, સ્વચ્છ ભારત અભિયાન, ICSI ના રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા વિષય પર વિડિયો બાઇટ સ્પર્ધા, જીવન કૌશલ્ય વિષય પર સત્ર, પ્રથમ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ન માત્ર જ્ઞાન મેળવ્યું, પરંતુ તેઓએ તેવા જરૂરી કૌશલ્યોનું પણ વિકાસ કર્યું જે તેમને સફળ કંપની સચિવ બનવામાં મદદરૂપ થશે.

Most Popular

To Top