અન્ય અધિકારીઓમાં પણ દાખલો બેસે તે માટે મ્યું. કમિશનરની કડક કાર્યવાહી…
ફુડ પેકેટ જેવા સામાન્ય મુદ્દે નશામાં ધૂત થઇને જાણે માથાભારે ગુંડા જેવી મારામારી કરનાર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિતના અન્ય બે કર્મચારીઓના સામે એક્શન લઇને મ્યુનિ.કમિશનરે ત્રણેવને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જ્યારે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ નિકુંજ આઝાદને સોંપવામાં આવ્યો છે.
વડોદરાના મકપુરા ફાયર સ્ટેશનમાં છેલ્લા 16 વર્ષથી નોકરી કરતા કર્મચારી અમરસિંહ ઠાકોર બદામડી બાગ ખાતે ગાડીમાં હાજરી ભરવા માટે આવ્યા હતા. ત્યારે ઇ.ચીફ ફાયર ઓફિસર પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ નશામાં ધૂત હતા. તેણે તેમની સાથે ફુડ પેકેટ મુદ્દે બોલાચાલી ઝઘડો કર્યો હતો ત્યારબાદ ઉશ્કેરાઇને તેમને માર પણ મારવામાં આવ્યો હતો. પરંતુ સિનિયર અધિકારીઓ કર્મચારીઓ તેમની સામે જવાબ આપ્યો ન હતો. જેથી વધારે પાવરમાં આવેલા પાર્થ બ્રહ્મભટ્ટે અમરસિંહ પર બોલટથી હુમલો કર્યો હતો. પરંતુ તેમને વાગી ન હતી. પરંતુ ત્યારબાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કર્મચારીએ પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં મ્યુનિસિપસ કમિશનર દિલીપ રાણાએ નશામાં ધૂત થઇને એક અધિકારીએ એક ગુંડાની જેમ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી દિલીપ રાણા દ્વારા ડીપાર્ટમેન્ટલ ઇક્વારયરી કરાવતા જેમાં ખરેખર ઘટનાના મૂળ સુધી ગયા હતા. જ્યાં મ્યુનિસિપલ કમિશનર અધિકારી તથા કર્મચારી વિરુદ્ધ કડક વલણ અપનાવીને અન્ય કોઇ કર્મચારી આવું કરતા સોવાર વિચાર કરે તથા અધિકારીઓમાં એક દાખલો બેસે તેના માટે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સહિત કર્મચારી અમરસિંહ ઠાકોર તથા અમિત રાવને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જેમાં જીઆઈડીસીના સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદને હવાલાનો ચીફ ફાયર ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો છે.