વડોદરા તા.27
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ચાલકને ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેમાં ચાલકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં શિયાળો પોતાના મૂળ રૂપમાં આવી ગયો છે અને ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. ત્યારે હાર્ટ પેસેન્ટને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઠંડીના કારણે લોહી જાડુ થઈ જતા હૃદય રોગનો હુમલા આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો શહેરના અલગ હોસ્પિટલમાં હાર્ટની બિમારીથી પીડાતા દર્દીઓની લાઇનો વધી ગઈ છે. ત્યારે આજે 27 જાન્યુઆરીના રોજ સવારના એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને રાજ મહેલ રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન રીક્ષા ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં હૃદય રોગનો હુમલા એટલો ભયંકર હતો રીક્ષા ચાલકનું સ્થળ પર કોઈ પ્રકારની સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જોકે સદનસીબે ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવ્યો પરતું અન્ય વાહનો સાથે અકસ્માત ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટના બાબતે જાણ થતા રાવપુરા પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કરી હાથ ધરી છે.