એએચટીયુની ટીમે તાંદલજા વિસ્તારમાં રેડ કરી સગીરને મુક્ત કરાવ્યો
પ્રતિનિધિ વડોદરા તા.16
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આમલેટ સેન્ટરની હોટલમાં એએચટીયુની ધીમે રેડ કરીને બાળમજૂરને મુક્ત કરાવ્યો હતો. જ્યારે પોલીસે હોટલ સંચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે જે પીળો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
ટીમે દ્વારા સગીર બાળકને નોકરી પર રાખી તેનું આર્થિક રીતે
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા તથા હોટલના સંચાલકો દ્વારા સગીર વયના બાળકોને નોકરી પર રાખી તેમની પાસે બાળમજૂરી કરાવીને તેમનું આર્થિક રીતે શોષણ કરવામાં આવતું હોય છે. જેને લઈને એ એસ ટી યુ ની ટીમ દ્વારા આવા વેપારીઓ સામે કાર્યવાહી સમી આંતરે કરાઇ છે. ગત 15 જૂન ના રોજ એ એચ.ટી.યુ ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તાંદલજા વિસ્તારમાં આવેલા સાચા આમલેટ સેન્ટરના સંચાલક દ્વારા સગીર બાળકોને નોકરી પર રાખીને તેમની પાસેથી બાળ મજુરી કરાવી તેઓનુ આર્થીક તેમજ માનશીક શોષણ કરે છે. જેના આધારે એએચટીયુની ટીમે બાતમી મુજબની આમલેટ હોટલ પર રેડ કરી હતી તપાસ કરી હતી. ત્યારે એક 16 વર્ષની સગીર છોકરો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તેણી પુછપરછ કરાતા ત્રણે હોટલમાં છેલ્લા બે મહીનાથી કામ કરે છે અને વેપારી દ્વારા તેને મહિનાનો રુ.9 હજાર પગાર ચૂકવવામાં આવે છે. જેથી સદર હોટલ માલીકે સગીર બાળકનું માનસીક તથા આર્થીક શોષણ કરતા હોટલ માલીક શાહનવાઝ અયુબખાન પઠાણ ( રહે.૪નવીનગરી, હરીજન વાસ તાંદલજા વડોદરા)ની અટકાયત કરીને તેની સામે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-7 મુજબ ની ફરીયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.