Vadodara

વડોદરા : ચડ્ડી બનિયાનધારી ગેંગ બાદ વધુ એક ચોર ટોળકી સક્રિય

ઓપી રોડ પર આવેલી સોસાયટીમાં મોઢા પર રૂમાલ બાંધી ચોરી કરવા આવેલા ચોર કેમેરામાં કેદ


પ્રતિનિધિ વડોદરા તા.24
તાજેતરમાં સમા અને ન્યુ માંજલપુર વિસ્તારમાં ચડ્ડીબનિયાનધારી ચોર ટોળકી ત્રાટકી હતી. ત્યારબાદ હવે ઓલ્ડ પાદરા રોડ પર આવેલા સોસાયટીમાં મોડી રાત્રીના સમયે મોઢા પર રૂમાલ તથા પેન્ટ શર્ટવાળી ત્રિપુટી ચોરી કરવા માટે સોસાયટીમાં પ્રવેશી હતી. ત્યારે આ ત્રિપુટી સીસીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
વડોદરા શહેરને તસ્કર ટોળકીએ જાણે બાનમાં લીધુ હોય તેમ વિવિધ વિસ્તારોમાં ત્રાટકતી હોય છે. તાજેતરમાં સમા તથા ન્યુ માંજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેથી સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ કર્યાં હતા. ત્યારે 23 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે મોઢા પર રૂમાલ બાંધી તથા પેન્ટ શર્ટવાળા ત્રણ તસ્કર ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મેઘધનુષ સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યાં હતા ત્યારે આ ચોર ત્રુપિટી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પરંતુ કોઇ મકાનમાંથી ચોરી થઇ હોય તેવી સત્તાવાર માહિતી પોલીસને મળી નથી. આમ ચડ્ડી બનિયાધારી તથા પેન્ટ શર્ટવાળી ચોર ટોળકી શહેરમાં બિન્દાસ્ત ચોરી કરવા માટે ફરી પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહી છે.

Most Popular

To Top