Vadodara

વડોદરા : ચકલી સર્કલ પાસે આવેલા UTI મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ,કર્મચારીઓના જીવ પડીકે બંધાયા

એસી માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા કર્મચારીઓના જીવ પડીકે બંધાયા :

વડી વાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આવેલી UTI મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ધુમાડાના ગોટેગોટા નીકળતા ઓફિસમાં હાજર કર્મચારીઓના જીવ પણ પડીકે બંધાયા હતા. જોકે બેથી વધુ પાણીના ટેન્કર સાથે પહોંચેલી વડી વાડી ફાયર સ્ટેશનની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરના ચકલી સર્કલ નજીક આવેલી યુટીઆઇ ની ઓફિસમાં આજે આગ લાગવાની ઘટના બની હતી એકાએક ઓફિસમાં લાગેલ એસીમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડા નીકળતા કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો આ બનાવ અંગેની જાણ હાયર સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમને કરવામાં આવતા વડીવાડી ફાઈવ સ્ટેશનના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. જોકે ઓફિસમાં એન્ટ્રી કરવા માટેની કોઈ પરિસ્થિતિ ન હોવાથી ગ્લાસ બ્રોકન કરીને જવાનોએ અંદર એન્ટ્રી લઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વડી વાડી સ્ટેશનના ફાયર કર્મચારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આગ લાગી હતી. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો. જેથી કરીને અમે થર્ડ પર પહોંચ્યા હતા. દૂરથી ચકલી સર્કલ પાસેથી જ અમને લાગતું હતું કે, આગ મોટી છે, કારણ કે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને ઘટના સ્થળે પહોંચીને જોયું તો અંદર એન્ટ્રી લેવાય તેવી પોઝિશન ન હતી. જેથી અમે ગ્લાસ બ્રોકન કરીને અંદર પહોંચી અને આગ ઓલવી હતી. કોઈ જાનહાની થઈ ન હતી. ઓફિસમાં જે લોકો કામ કરે છે તેવું ને એવું કહેવું છે કે, એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેમ જણાવ્યું હતું

Most Popular

To Top