Vadodara

વડોદરા : ઘૂસણખોર બાંગ્લાદેશી વિરુદ્ધ ડ્રાઇવ યથાવત, નવાયાર્ડ ડીકેબીનમાંથી 200 શંકાસ્પદ મળી આવ્યા

જેસીપી ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન જારી

પ્રતિનિધિ વડોદરા તારીખ 28

વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ઘૂષણખોર બાંગ્લાદેશી વિરુદ્ધની ડ્રાઈવ યથાવત રાખવામાં આવી હતી. જોઈન્ટ સીપીના અધ્યક્ષ સ્થાને ડીસીપી, એસીપી, પીઆઈ, પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નવાયાર્ડ ડિકેબિન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 200 જેટલા શંકાસ્પદ લોકોને વેરીફાઇ કરવા માટે લઈ જવામાં આવ્યા છે. જો ચકાસણી દરમિયાન કોઈ બાંગ્લાદેશી હોવાનું મળી આવશે તો તેમને ડીટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીએ ગોળીબાર કરીને નિર્દોષ લોકોના મોત નિપજાવ્યા હતા. જેને લઈને સમગ્ર દેશમાં માહોલ આતંકવાદીઓ પ્રત્યે રોષ ફેલાયો છે. બીજી તરફ બાંગ્લાદેશીઓ છુપી રીતે ઘૂસણખોરી કરીને ગુજરાતના વિવિધ શહેરમાં વસવાટ કરતા હોય છે. ઘણા લોકો અહીંયા રહીને ગેરકાયદે પ્રવૃત્તિ પણ કરે છે. તેને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે. વડોદરા શહેરમાં બે દિવસથી વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે 1300 જેટલા શંકાસ્પદ લોકોને વેરીફાઇ કરવા માટે લવાયા હતા. આ તમામ લોકોના આઈડી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટસની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે આ લોકોમાંથી જ નવ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ત્યાંના લીગલ ડોક્યુમેન્ટ સાથે મળી આવ્યા હતા. જેથી પોલીસે આ નવ લોકોને ડીટેન કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ આજે 28 એપ્રિલના રોજ એટલે કે સતત ત્રીજા દિવસે પણ પોલીસે ઘુસણખોર બાંગ્લાદેશ વિરુદ્ધની ડ્રાઇવ યથાવત રાખી હતી. જોઈન્ટ સીપી ડો. લીના પાટીલ, ડીસીપી ઝોન- 1 જે સી કોઠીયા, એ ડિવિઝન એસીપી ડી જે ચાવડા, ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ અજય ગઢવી, કર્મચારીઓ તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા નવાયાર્ડ ડીકેબીન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા શંકાસ્પદ લોકોને શોધી કાઢ્યા બાદ તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. જેસીપી ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં શંકાસ્પદ જણાતા લોકોના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1300 લોકોને વેરીફાઇ કરાતા નવ બાંગ્લાદેશથી હોવાનું સામે આવ્યું છે. અને 50 હજુ પણ શંકાસ્પદ હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી શંકાસ્પદ લોકોના તમામ ડોક્યુમેન્ટ શહીતની તમામ વિગતો અમારા એક ફોર્મેટમાં એન્ટ્રી કરીને તેની વેરિફિકેશન કરવામાં આવે છે અને તેમાંથી જ અમને આ લોકો બાંગ્લાદેશી હોવાનું કન્ફર્મ થાય છે. એવા લોકોને ડીટેન કરી તેમના ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top