Vadodara

વડોદરા : ગ્રાહકોના મકાન બુકિંગના રૂ.1.28 કરોડ પોતાના ખાતામાં જમા લઇ કર્મચારી દ્વારા ઉચાપત

રીપા રિયાલિટીમાં 6 વર્ષથી નોકરી કરતા કર્મચારીનું કારસ્તાન, હરણી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો

પ્રતિનિધિ વડોદર તા.20

બાપોદ વિસ્તારમાં રહેતા સંચાલકની રિપા રિયાલિટી ફર્મમાં નોકરી કરતા કર્મચારી દ્વારા બિલ્ડરની સ્કિમમાં ગ્રાહકોએ મકાન બુકિંગ કરાવ્યાના રૂપિયા ઓનલાઇન તથા રોકડા મળી રૂ. 1.28 કરોડ પોતાના બેન્ક ખાતામા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. પરંતુ આ રૂપિયા બિલ્ડર તથા કંપનીને પરત નહી આપીને નાણાકીય ઉચાપત કરાઇ હતી. જેથી કંપની સંચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલભેગો કરી દીધો હતો.

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમા રહેતા રોશન વિશ્વનાથ જયસ્વાલ રીપા રીયાલીટીનું ફર્મ ધરાવે છે અને તેની કંપનીએ હરણી વિસ્તારમાં આવેલી ઓર્ચિડ સ્કાયરાઇઝ સ્કીમના બિલ્ડર સાથે ભાગીદારી પેઢી કરી છે. તેમની કંપની સોર્સ સેલિંગ એજન્સી તરીકે કામગીરી કરે છે. તેમની કંપનીમાં કર્મચારી મનીષ સુરેશ સુથાર (રહે. દિયા ગ્રાન્ડ સિટી વડસર રોડ વડોદરા) 6 વર્ષથી નોકરી કરતો હતો. ઓર્ચિડ સ્કાયરાઈઝની મકાનની સ્કિમમાં તમામ કામગીરીથી મનિષ સુથાર માહીતગાર હોવાથી સભાસદો સાથે ડાયરેકટ નાણાંકીય વ્યવહારો કરતા હતા. તેઓ વર્ષ 2022 થી 2024 સુધી સ્કીમમાં મકાન બુકીંગ કરાવનાર 35 જેટલા ગ્રાહકો પાસેથી ઓનલાઇન તથા રોકડા મળી રૂ. 1.28 કરોડ રૂપિયા પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી લીધા હતા અને ગ્રાહકોને તેના બદલામા ડાયરીમાં સહી પણ કરી આપી હતી. પરંતુ મનિષ સુથારે આ રૂપિયા કંપની તથા બિલ્ડરને પરત નહી કરીને નાણાકીય ઉચાપત કરી હતી. જેથી કંપની સંચાલક રોશન વિશ્વનાથ જયસ્વાલે ઠગાઇ કરનાર કર્મચારી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીન તેને જેલ ભેગો પણ કરી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top