Vadodara

વડોદરા ગ્રામ્ય પોલીસમાં પાંચ પી.આઈ.ની તાત્કાલિક બદલી

પોલીસ અધિક્ષકનો પ્રશાસનિક આદેશ, વિવિધ પોલીસ સ્ટેશનમાં નવી નિયુક્તિ
વડોદરા: વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં પ્રશાસનિક હિતને ધ્યાનમાં રાખીને પાંચ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા આ અંગે સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. બદલી કરાયેલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થઈ ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક અધિકારીઓને વધારાની શાખાની જવાબદારી પણ સોંપવામાં આવી છે અને હાજરી અંગેનો અહેવાલ કચેરીમાં મોકલવાનો રહેશે.
બદલી કરાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોની યાદી
પી.આઈ. જે.કે. ડાંગર – એલ.સી.બી. રિઝર્વમાંથી → વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન
પી.આઈ. જે.એમ. બારોટ – મહિલા પોલીસ સ્ટેશનમાંથી → ભાદરવા પોલીસ સ્ટેશન
પી.આઈ. પી.વી. ગોહિલ – એલ.સી.બી. રિઝર્વમાંથી → સાવલી કાયમી પોલીસ સ્ટેશન
પી.આઈ. પી.એમ. ગામિત – એલ.સી.બી. રિઝર્વમાંથી → મહિલા પોલીસ સ્ટેશન
પી.આઈ. આર.બી. ગોહિલ – એલ.સી.બી. રિઝર્વમાંથી → IUCaw શાખા
ઉલ્લેખનીય છે કે પી.આઈ. પી.વી. ગોહિલને સાવલી કાયમી પોલીસ સ્ટેશનની ફરજ ઉપરાંત AHTU શાખાની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી હોવાનું આદેશમાં જણાવાયું છે.

Most Popular

To Top