Vadodara

વડોદરા ગ્રામ્યમાં હાઈબ્રીડ ગાંજાનો પર્દાફાશ: ANTFની સફળ કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા

વડોદરા ગ્રામ્યના ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ગેરકાયદેસર હાઈબ્રીડ ગાંજાના વેચાણ વિરુદ્ધ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વડોદરાના કુન્ડેલા રોડ, મોસમપુરા ગામ પાસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી કુલ ૨૬૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ત્રણેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં દિનેશભાઈ રામજીભાઈ ઠાકોર, નિરવ અરવિંદભાઈ પરમાર અને રાજ કાલીડાસ ઓંગણીયાનો સમાવેશ થાય છે, જ્યારે એક આરોપી આસીફ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે,

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન, ટુ-વ્હીલર, રોકડ રકમ સહિત કુલ અંદાજિત રૂ. ૧૦.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ડભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

આ સફળ કામગીરી ANTF વડોદરા ઝોનની સતર્કતા અને કામગીરીને દર્શાવે છે, જેના કારણે ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

Most Popular

To Top