Vadodara

વડોદરા-ગોવા મડગાંવથી ભાવનગર લઇ જવાતો રૂ. 19.96 લાખનો વિદેશી દારૂ ઝડપાયો….

ગોવાના મડગાંવથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર ડિલિવરી આપવા જતા આઇસર ટેમ્પાને જિલ્લા એલસીબીની ટીમે નેશનલ હાઇવે 48 પરથી ઝડપી પાડ્યો હતો. સુરતથી વાયા ભરુચ થઇ વડોદરા તરફ આવતો હતો. ટેમ્પામાંથી મળી આવેલા રૂ. 19.96 લાખના વિદેશી દારૂ સાથે 29.98 લાખનો મુદ્દમાલ અને ચાલકની ધરપકડ કરાઇ હતી. જ્યારે સપ્યાલરને વોન્ટેડ જાહેર કરાયો હતો.

તહેવારોને ધ્યાનમાં રાખીને બુટલેગરો મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હોય છે. ત્યારે શહેર જિલ્લાના પોલીસ દ્વારા દારૂની હેરાફેરી પર સતત વોચ રખાઇ રહ્યું છે. ત્યારે 6 સપ્ટેમ્બના રોજ જિલ્લા એલસીબી પીઆઇ કુણાલ પટેલની સૂચના મુજબ સ્ટાફના માણસો શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડીટેક્ટિ ગુનાની તપાસમાં હતા.તેના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરતથી વાયા ભરૂચ થઇને વડોદરા તરફ આવવાનો છે. જેના આધારે જિલ્લા એલસીબીની ટીમે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઇવે 48 પર રામદેવ હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા એલસીબીની ટીમે તેને ઉભો રખાવ્યો હતો ત્યારે ચાલક બેઠેલો હતો. જેથી તેને નીચે ઉતારી તપાસ કરતા ટેમ્પામાંથી 19.96 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ, ટેમ્પો, મળી રૂ.29.98 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો હતો ચાલક અનવર અહમદ વ્હોરા (રહે. નડિયાદ. જિ. ખેડા)ની ધરપકડ કરી દારૂનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરીને લાવ્યો હતો અને કોને ત્યાં ડિલિવરી આપવાનો હતો તેની પુછપરછ કરતા તેણે આઇસર ટેમ્પો ગોવા મડગાવ ખાતે રહેતા નાનેશ્વરે મડગાવ પેપ્સી સર્કલ પર બોલાવી આપી હતી. જે ગાડી ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું. જ્યારે દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top