Vadodara

વડોદરા : ગોલ્ડ, કોમોડિટી, ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરાવવાના બહાને વૃદ્ધ પાસેથી ઠગોએ રૂ.16.25 લાખ ખંખેર્યાં

વેબસાઇટ પરથી 40 હજાર યુએસ ડોલરનું વળતર આપવાની વૃદ્ધને લાલચ આપી હતી

રોકાણ કરેલા નાણા પૈકી માત્ર રૂ. 49 હજાર પરત કર્યાં બાકી રૂ.15.75 લાખ નહી ચૂકવતા ફરિયાદ

પ્રતિનિધિ વડોદરા તા.29
દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા 84 વર્ષીય વૃદ્ધને ગોલ્ડ, કોમોડિટી, ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરાવવાના બહાને તેમની પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા 16.25 લાખ ટ્રાન્સફર કરાવડાવ્યાં હતા. પરંતુ રોકાણ કરેલા રૂપિયામાંથી માત્ર 49 હજાર રૂપિયા પરત આપ્યાં હતા. જ્યારે બાકીના રૂ.15.75 લાખ પરત આપ્યા ન હતા. ઉપરાંત વેબસાઇટ પરથી 40 હજાર યુએસ ડોલરનું વળતર આપવાનું કહ્યા બાદ તેની રકમ પણ ચુકવી ન હતી. જેથી ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી હાથીભાઇનગર સોસાયટીમાં રહેતા દિપંકર સુશાંતકુમાર હળદર (ઉં.વ.84) 9 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર વીડિયો જોતા હતા. તે દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટની એક વીડિયો પોસ્ટ જોઇ હતી. જેમાં જણાવ્યું હતુ કે 22 હજાર રૂપિયાનું રોકાણ કરવાથી મહિનામાં રૂ. 7 લાખનો નફો થાય. જેથી વૃદ્ધે આ લિંક ખોલીને તેમના પર્સનલ તથા બેન્કની માહિતી ભરી રજિસ્ટ્રેન કરાવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધને રૂપિયા 22 હજાર ભરાવડાવ્યાં હતા. ત્યારબાદ અનાયા શર્મા નામની વ્યક્તિ તેમને ઝુમ મીટિંગ ટ્રેડિંગ કેવી રીતે કરવુ તેની માહિતી સમજાવતા હતા. ત્યારબાદ વૃદ્ધ પાસે આ ઠગો ટુકડે ટુકડે ગોલ્ડ, કોમોડિટી, ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરાવવા માટે અલગ અલગ બહાને ઓનલાઇન રૂપિયા 16.25 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. જેમાંથી વૃદ્ધને રૂપિયા 49 હજાર બેન્ક ખાતાં પરત કર્યાં હતા. જ્યારે બાકીના રૂપિયા 15.75 લાખ આજ દીન સુધીમાં પરત આપ્યાં નથી. ઉપરાંત વેબસાઇટ પરથી રૂ. 40 હજાર યુએસ ડોલરનું વળતર આપવાનું કહીને જણાવીને જે રકમ પણ નહી આપીને વૃદ્ધ સાથે છેતરપિંડી ઠગો દ્વારા આચરવામાં આવી હતી. જેથી વૃદ્ધે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અનાયા શર્મા સહિતના 6 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વૃદ્ધ પર આવેલા મોબાઇલ નંબરના લોકેશન મેળવી તેમને ઝડપી પાડવામાં માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. ઉપરાંત જે બેન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે બેન્ક ખાતાની ડિટેલ પણ કઢાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top