Vadodara

વડોદરા: ગોરવા વિસ્તારમાં પાણીની તંગી મુદ્દે મહિલાઓ દ્વારા માટલાફોડ


ગોરવા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રસ્ત મહિલાઓએ આજે માટલા ફોડી નિંદ્રાધીન તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. બે દિવસ અગાઉ મહિલાઓએ પાલિકાના અધિકારીઓને રૂબરૂ રજૂઆત પણ કરી હતી.

વડોદરા શહેરમાં વસ્તી વધારા સામે કોર્પોરેશન પાણીના સ્ત્રોત વિકસાવવામાં વિલંબ કરતા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળા ટાળે પીવાના પાણીનો કકળાટ સર્જાય છે. બે દિવસ અગાઉ ગોરવા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ ના રહીશોએ કોર્પોરેશન કચેરીએ માટલા પડ્યા હતા. ગોરવા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાણીની લાઈન જ આપી નથી એવા પણ આક્ષેપો કર્યા હતા. તેઓનું કહેવું છે બે વર્ષથી લોકો રહેવા આવ્યા પરંતુ પીવાનું પાણી નથી મળતું. આ વિસ્તારના નેતાઓ અધિકારીઓને રજૂઆતો કરી તેમ છતાં પીવાનો પાણી મળતું નથી જેને લઈને આજે મહિલાઓ માટલા લઈ મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા. સૂત્ર ઉચ્ચાર કરી કમિશનરના ગેટ પર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.
પાણીનો કકળાટ સર્જાતા મહિલાઓનો મોરચો કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો. ગોરવા વિસ્તાર માં રહેતી ગૃહિણીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી પાણી નહિવત મળી રહ્યું છે. પાણી નહિવત મળતા અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે .વિસ્તારના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ને આ અંગે રજૂઆત કરતાં વહેલી તકે સમસ્યાના નિરાકરણની ખાતરી મળી છે. જોકે સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી નારાજગી દર્શાવી હતી.

Most Popular

To Top