Vadodara

વડોદરા : ગોરવા વિસ્તારમાં જુદીજુદી કંપનીના અનુભવના ડુપ્લિકેટ સર્ટી બનાવતો શખ્સ ઝડપાયો..

એસઓજીની ટીમે બીઆઇડીસી સામે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો

ગોરવા વિસ્તારમાં બીઆઇડીસી  વિસ્તારમાં દુકાન ધરાવતો એક શખ્સે જુદી જુદી કંપનીઓના અનુભવના ડુપ્લિકેટ સર્ટીફિકેટ બનાવી આપી છે. જેથી એસઓજીએ ડમી ગ્રાહક બનાવી મોકલ્યા બાદ તેના કૌભાંડનો પર્દાફાશ કરી દુકાન સંચાલકની ધરપકડ કરી હતી. તેની પાસેથી કોમ્પ્યુટર સેટ, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર તથા સામાન મમળી 21 હજારનો મુદ્દામાલ કબજે  કરી ગોરવા પોલીસને સોંપ્યો છે.

વડોદરા શહેર વિસ્તારમાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવતા શખ્સોને ઝડપી પાડવા એસઓજી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે બાતમી  મળી હતી કે ગોરવા બીઆઇડીસી રોડ કાજુકતલીવાળાની દુકાન સામે ગોલ્ડન પ્રિન્ટર્સ નામની દુકાનાવાળો નયન ભટ્ટ જુદી જુદી કંપનીના ખોટા અનુભવ સર્ટી રૂપિયા લઇને બનાવી આપે છે. જેના આધારે એસઓજીની ટીમે ડમી ગ્રાહક બનાવીને બાતમી મુજબની જગ્યા પર મોકલ્યો હતો. આ ડમી ગ્રાહકે મારે વિદેશમાં પાઇપ ફિટરનું કામ કરવાનું જવાનું છે. જેથી મને પાઇપ ફિટરની કંપનીમાં નોકરી કરીને અનુભવ મેળવ્યો છે. તેવા બે ત્રણ સર્ટી જોઇએ છે તેવું કહ્યું હતું. ત્યારે આ દુકાનદારે ડમી ગ્રાહકને કોમ્પ્યુટરમાંથી વર્ષ 2020થી 2024 સુધીના પાંચ વર્ષના પાઇપ ફીટરના અનુભવના જુદીજુદી કંપીના 3 સર્ટી બનાવી આપતા હતા. ડમી ગ્રાહકે પોલીસને ઇસારો કરતા ગોલ્ડન પ્રિન્ટર્સ નામની દુકાનમાં એસોજીની ટીમે રેડ કરી હતી અને બે વર્ષથી  કંપનીઓની જાણબહાર ડુપ્લિકેટ સર્ટી બનાવી તેના પર સહિ સિક્કા પણ કરી આપતો હતો. જેથી એસદીઓએ નયનકુમારે દેવેન્દ્ર પ્રસાદ ભટ્ટ (રહે. બરોડાસ્કાય ફ્લેટ ગોરવા આઇટીઆઇ સામે ગોરવા)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કોમ્પ્યુટર સેટ, કલર પ્રિન્ટ તથા તેને લગતો સામાન મળી 21 હજારનો મદુદ્માલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસને સોંપ્યો હતો

Most Popular

To Top