Vadodara

વડોદરા : ગોરવામાં કંપની ધરાવતા સંચાલક સાથે મેનેજર દ્વારા રૂ.54.43 લાખની ઠગાઇ

કંપનીના જૂના ગ્રાહકોને કામ કરી આપી રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરાવી લીધા.

એડવાન્સ ચુકવેલો પગાર પણ પરત નહી કરીને નોકરીમાં રાજીનામુ આપી દીધુ.

ગોરવા સારાભાઇ કેમ્પસ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતા મેનેજર દ્વારા સંચાલક સાથે ઠગાઇ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કંપનીના ગ્રાહકો સાથે સંબંધ બારોબાર કામ કરી આપીને રૂ.44.43 લાખ રૂપિયાનું સંચાલકને આર્થિક નુક્સાન પહોંચાડ્યું હતું ઉપરાંત એડવાન્સ ચુકેવેલો પગાર પણ રૂ.3.74 લાખ પરત નહી ચૂકવીને નોકરીમાં રાજીનામુ આપી દીધી હતું હતું. જેથી સંચાલકે મેનેજર વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગોરવા ગામ પાસે ગરીલા રેસિડન્સીમાં રહેતા નિહાર સરેશકુમાર સોની (ઉ.વ.31)ની

ગૌરજ ઇન્ફોટેક પ્રા.લિ. કંપની સારાભાઈ કેમ્પસ ખાતે ચલાવે છે. જેમાં સોફ્ટવેર, મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ ડેવલોપમેન્ટ સહિતનુ કામ વર્ષ 2011થી શ્રીઈન્ફોટેક અને ત્યારબાદ ગૌરજ ઇન્ફોટેક પ્રા.લીથી કામ કરે છે. વર્ષ 2012થી 2023 સુધી માર્કેટિંગ કમ પ્રોજેક્ટ મેનેજર તરીકે મોહિત રાજેશકુમાર સોની (રહે.ઇલોરાપાર્ક, મૂળ દાહોદ)ને નોકરી પર રાખ્યા હતા.પરંતુ મોહિત સોનીએ મોહીત સોની કંપનીના ક્લાઈન્ટ સાથે સબંધ બનાવી કંપનીનુ કામ પોતે તથા અન્ય સ્ટાફ મારફતે કરતો હોવાનુ જાણવા મળ્યું હતુ. ગૂગલ ડ્રાઇવમાં મોહિત સોનીના વોટસએપ બેકઅપમાં તેમના ગ્રાહક નામે જ્યુડ સાથેની ચેટ હતી. જેમાં મોહિત સોનીએ  15 મે 2023ના રોજ 300 ડોલર ડીપોઝીટ કરવાની વાત કરી હતી અને વેબસાઇટ અને સર્વર ફીકસીંગના ચાર્જ પર્સનલ હેલ્પ માટેના છે અને તેનો એકાઉન્ટ નંબર પણ શેર કરેલો હતો. આ બાબતે મોહિત સોનીને પુછતા તેણે જણાવ્યું હતું કે  બે ત્રણ કામ જ કર્યા છે અને મારૂ બેંક સ્ટેટમેન્ટ તમને આપીશ તે જોઈ લેજો, ત્યારબાદ તેનુ બેંકનું સ્ટેટમેન્ટ મોકલતા તેમની કંપનીના ગ્રાહકો 7 ગ્રાહકોનું કામ કરી આપી રૂપિયા પોતાના ખાતામાં મેળવી લીધા હતા. જેથી કંપની સંચાલકે તપાસ કરાવતા મોહીત સોનીએ અન્ય ગ્રાહકો પાસેથી અલગ અલગ કામના આશરે રૂ 44.80 લાખનુ કામ કઢાવી થઈ લીધુ હતું. ઉપરાંત તેણે કંપની સંચાલક  પાસેથી  વર્ષ 2020થી 2023 સુધીમાં એડવાન્સ પગાર તરીકે રૂ.3.74 લાખ પર્સનલ એકાઉન્ટમાંથી આપ્યા હતા. આમ મોહિત સોનીએ એડવાન્સ પગારના ચુકવેલા પગાર તથા અન્ય ગ્રાહક પાસેથી કામના મેળવી લીધા રૂપિયા મળી રૂ.54.43 લાખનું તેમની કંપનીને આર્થિક નુકશાન કરી છેતરપીડી આચરી હતી.

Most Popular

To Top