Vadodara

વડોદરા: ગોત્રી સ્થિત કિશન એમ્બ્રોશિયા સાઈટના બિલ્ડરની ગ્રાહક સાથે 7.21 લાખની ઠગાઈ, અનેક પાસેથી લાખો પડાવ્યાની ચર્ચા

અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશન માથે લીધું, એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ

ગ્રાહકે ચૂકવેલા રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં બિલ્ડર દંપતી પરત ચૂકવતું નથી,ભીખુ કોરિયાએ આપેલા ચેક પણ બેંકમાં નાખતા રિટર્ન થયા, બિલ્ડર દંપતિ સામે ગુનો દાખલ

ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોશિયા સાઈડના બિલ્ડર દ્વારા ગ્રાહક પાસેથી 7.21 લાખ રૂપિયા પડાવવી લીધા હોવા છતાં દુકાનનો દસ્તાવેજ કરી આપતો ન હતો કે પઝેશન પણ આપતો ન હતો. આવા તો ઘણા ગ્રાહકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોય 150 લોકોએ લભેગા મળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. જેમાં એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી. આખરે ગોત્રી પોલીસે એક ગ્રાહકની ફરિયાદના આધારે બિલ્ડર દંપતિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બિલ્ડર ભીખુ કોરિયાએ કિશન એમ્બ્રોશિયા નામની ફ્લેટ અને દુકાનની સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં 150 ઉપરાંતના લોકોએ દુકાન અને ફ્લેટ બુક કરાવ્યા હતા. જેમાં ગ્રાહકોએ બિલ્ડરને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં છેલ્લા છ વર્ષથી તેમને મકાન કે દુકાનનું પઝેશન કે કબજો આપતો નથી.જેના કારણે બુધવારે સોસાયટીના 150 ઉપરાંતના લોકો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યા હતા. અને બિલ્ડર ભીખો કોરિયા સહિત તેની પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે ગોત્રી પોલીસે એક ગ્રાહકની પોલીસ ફરિયાદ નોંધવી પરી છે.જેમાં ગ્રાહકે બિલ્ડર પાસેથી કિશન એમ્બ્રોશિયામાં 10 અને 11 નંબરની બે દુકાન ખરીદ કરી હતી. ત્યારે બિલ્ડરે તેમને જણાવ્યું હતું કે નવ નંબરની પણ દુકાન તમારે ખરીદી છે ત્યારે તેમણે દુકાન ખરીદવા તૈયારી બતાવી હતી. જેથી ગ્રાહકે બિલ્ડરને 7.21 લાખ ચૂકવી દીધા હતા. જ્યારે 2.79 લાખ ચૂકવવાના બાકી હતા પરંતુ બિલ્ડર તેમને દસ્તાવેજ કરી આપતો ન હતો. ગ્રાહકે તમારી પાસેથી દુકાન લેવી નથી તેમ કહી મારા રૂપિયા પરત આપી દો જણાવ્યું હતું. તેથી બિલ્ડરે તેમને ચેક લખી આપ્યા હતા. જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા. ગોત્રી પોલીસે તેમની ફરિયાદના આધારે બિલ્ડર ભીખુ કિશન કોરિયા અને તેના પત્ની સામે છેતરપિંડી નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 150 માણસોનું ટોળું રજૂઆત કરવા માટે પહોંચી ગયું હતું. જેમાં એક ચાલીસ વર્ષીય તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી.

Most Popular

To Top