Vadodara

વડોદરા : ગોત્રી વિસ્તારમાં કોમ્પ્લેક્સના પાંચમા માળેથી છલાંગ લગાવી યુપીના યુવકનો આપઘાત

પ્રતિનિધિ વડોદરા તારીખ 8
ગોત્રી વિસ્તારમાં એમજીવીસીએલ કચેરીની સામે આવેલા કલ્પવૃક્ષ કોમ્પલેક્ષના પાંચમા માળેથી મુળ યુપીના 35 વર્ષીય યુવકે ઠલાંગ લગાવીને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કયા કારણોસર યુવકે મોતને વ્હાલું કર્યું તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ચંદ્ર મોલેશ્વર સોસાયટીમાં રહેતા સુભાષ હરિશ્ચંદ્ર મૌર્ય (ઉ.વ.35) એમજીવીસી એમજીવીસીએલ ની કચેરી સામે કર્પુરુષ કોમ્પ્લેક્સમાં પાંચમા માળે આવેલી એક કંપનીની ઓફિસમાં નોકરી કરતો હતો. રાબેતા મુજબ આજે પણ યુવક નોકરી પર આવ્યો હતો પરંતુ અગમ્ય કારણોસર યુવકે કોમ્પ્લેક્સના પાંચમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ ગોરવા પોલીસને થતા તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યુવક મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હાલમાં ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. યુવક પરણી થતો અને તેને સંતાનમાં બે બાળકો છે. માતા-પિતા તથા પરિવાર સાથે રહેતા યુવકે કેમ પોતાના જીવનનો અંત આયો તેનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.

Most Popular

To Top