Vadodara

વડોદરા : ગોત્રી વિસ્તારમાં CNG બોટલોમાંથી ગેસ લીકેજ થતા તંત્રમાં દોડધામ, ફાયરબ્રિગેડે પરિસ્થિતિ સંભાળી

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી CNG ગેસના બોટલો ભરેલી ગાડીમાંથી ગેસ લીકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે સ્થળ પર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી સીએનજી ગેસના બોટલો ભરેલી એક ગાડી માંથી મંગળવારે સવારે સીએનજી ગેસ લીકેજ થતા પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સીએનજી ગેસ લીકેજ થતાં તેના જોરદાર અવાજથી લોકો ભયભીત થયા હતા. જ્યારે ગેસ વાતાવરણમાં પ્રસરી ગયો હતો. બનાવ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત ગોત્રી ખાતે દોડી જઈ સીએનજી ગેસ લીકેજ ને બંધ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top