પોલીસના કાયદો અને વ્યવસ્થાના દાવાનો લીરેલીરા ઉડાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
વડોદરા તારીખ 27
વડોદરાના ગોત્રી વિસ્તારમાં અસામાજિક તત્વે કાર ચાલક પર ફાયરના બોટલથી હુમલો કર્યો હતો અને કાચ પણ તોડી નાખ્યા હતા. ત્યારબાદ યુવક પર પણ હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા તે પોતાના જીવ બચાવવા માટે ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકે હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ માથાભારે તત્વોને જાણે પોલીસ અને કાયદાનો ભય ન રહ્યો હોય તે રીતના જાહેરમાં હુમલો તેઓ ગભરાતા નથી. આ લોકો જાહેરમાં હુમલો કરીને પોલીસના કાયદો અને વ્યવસ્થાનાં સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા રહ્યા છે. ત્યારે વધુ એકવાર ગોત્રી વિસ્તારમાં એક કાર પર ફાયરના બોટલથી માથાભારે તત્વે હુમલો કર્યો હતો અને કારની કારના તોડી નાખ્યાં બાદ યુવક પર હુમલો કર્યો હતો.
જેથી તેને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ વધુ હુમલો કરતા યુવક પોતાનો જીવ બચાવવા માટે કાર છોડી ભાગ્યો હતો. ત્યારે હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાછળ ભાગ્યો હતો. યુવકને કાનના ભાગે ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જેથી યુવકે હુમલાખોર સામે ફરિયાદ નોંધવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર બોટલથી કાર હુમલો કરવાની સમગ્ર ઘટનાનો કોઇએ કેમેરામાં વીડિયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.