પીએનજીઆરબીની જોગવાઈઓ અનુસાર વડોદરા ગેસ લિમિટેડ કંપની અને બોર્ડ ઓફ ડિરેક્ટર જવાબદાર
ગોરવામાં વર્ષ 2018માં બ્લાસ્ટમાં થવાના કારણે ચારના મોત થયાના મામલામાં હાઇકોર્ટનો હુકમ
કંપનીના નાના કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી, જ્યારે મોટા માથાઓને છોડી મુકાયા હતા
પ્રતિનિધિ વડોદરા તા.9
ગોરવા વિસ્તારમાં મકાનમાં ગેસ લિકેજ થવાના કારણે વર્ષ 2018માં થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે જે તે સમયે નાના કર્મચારીઓના આરોપી બનાવાયા હતા અને મોટા માથા એવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને છોડી મુકાયા હતા. જેમાં અરજદાર દ્વારા હાઇકોર્ટમાં રિટી પિટીશન દાખલ કરતા કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપીને કંપની એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરને જવાબદાર ગણાવ્યા હતા.જેથી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશના તપાસ અધિકારીને ફરી આ ઘટનાનો રિપોર્ટ બનાવી સબમિટ કરાવવા હુકમ કર્યો છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરવા ચાર જેટલા કર્મચારીઓ આવતા હતા. જેથી તેમના રહેવા માટે એક મકાન ભાડે રાખ્યું હતું. જેમાં મકાન માલિકે ગેસ કનેક્શન વર્ષ 2010માં બંધ કરાવી દીધુ હતું. તેમ છતાં વર્ષ 2018માં જ્યારે ચાર કર્મચારીઓ રહેતા હતા. તે દરમિયાન લાઇનમાં ગેસ લિકેજ થયો હતો. દરમિયાન કર્મચારીઓ આવી મચ્છર માટેની અગરબત્તી સળગાવતા ગેસ ઘરમાં પ્રસરી ગયો હોવાના કારણે બ્લાસ્ટ થયો હતો. જેમાં ચારે ચાર લોકોના મોત નિપજ્યા હતા. જેનો ગુનો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં પોલીસ દ્વારા ગેસ લિમિટેડના જવાબદાર બોર્ડ ઓફ ડિરેક્ટરની જગ્યા પર ત્રણ કર્મચારીઓ સ્ટીવન સેમ્યુલાસ ખ્રિસ્તી, વિષ્ણુભાઇ મોહનભાઇ ભાટિયા તથા કિરિટકુમાર અરવિંદલાલ શાહને આરોપીઓ બનાવીને તેમની ધરપક કરાઇ હતી. જેમાં પોલીસે નાના કર્મચારીઓને પકડી મોટામાથા એવા ગેસ લિમિટેડના જવાબદાર બોર્ડ ઓફ ડિરેક્ટરને છોડી મુકાયા હતા. ત્યારે એક અરજદાર દ્વારા કોર્ટના હુકમ સામે હાઇ કોર્ટમાં રિટ પિટીશન દાખલ કરી હતી. ગેસ લિકેજ થાય તો સ્મેલ આવે તેવું મરકેપ્ટન પદાર્થ તથા એટોમેટિક ઓડોરાઇઝન સિસ્ટમ એક્ટિવ ન હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત પીએનજીઆરબીની જોગવાઇઓનું પણ ગેસ લિમિટેડ દ્વારા પાલન નહી કરાયું જાણવા મળતા હાઇકોર્ટ દ્વારા અરજદારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જેમાં જે તે વખતા પીઆઇ દ્વારા રિપોર્ટ સબમિટ કરાયો હતો. જેમાં તેઓ તમામના નિવેદન લીધા હતા.તેમાં ગેસ લિમિટેડ પીએજીઆરબીની જોગવાઇને અનુસરી ન હતી. જેને લઇને કોર્ટ તાજેતરમાં ગોરવા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અધિકારોને 30 દિવસમાં ફરીથી રિપોર્ટ સબમિટ કરવાના હુકમ કર્યો છે.
વડોદરા : ગેસ લિકથી બ્લાસ્ટમાં ચારનાં મોતમાં ગોરવા પોલીસને ૩૦ દિવસમાં રિપોર્ટ સબમીટ કરાવવા અલ્ટીમેટમ
By
Posted on