Vadodara

વડોદરા ગેસ કંપની દ્વારા માંડવી અને લાડવાડા સહિતના વિસ્તારમાં બાકી ગેસ બિલનું ચેકિંગ

વડોદરા ગેસ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગેસ બિલના ચેકિંગ માટે નીકળી

બિલ ભરપાઈ નહીં કરનાર ગ્રાહકોના ગેસ કનેક્શન કાપી નાખ્યાં

શહેરના માંડવી-નજરબાગ સામેની જમનાબાઈ હોસ્પિટલની ગલીના કેટલાક વિસ્તારોમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બાકી ગેસ બિલનું ચેકિંગ કરાયું હતું, જેમાં બાકીદારોએ તાત્કાલિક ધોરણે નાણાં ભરી દીધા હતા જ્યારે, ગેસ વિભાગે નાણા ભરપાઈ નહીં કરનાર અનેક ગ્રાહકોના ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બીલના બાકી નાણા અંગે અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે. આવી જ રીતે વડોદરા ગેસ વિભાગ દ્વારા માનવી વિસ્તારના નજરબાગ સામે આવેલી જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં લાડવાડા સહિત અન્ય આસપાસના વિસ્તારોમાં ગેસ બિલના ચેકિંગ માટે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ નીકળી હતી. ત્યારે જેમના ગેસ બિલ બાડી હતા તે પૈકીના અનેક ગ્રાહકોએ તાત્કાલિક ધોરણે નાણાં ભરી દીધા હતા. જ્યારે ગેસ બિલના બાકી નાણાં નહીં ભરી શકનારા ગ્રાહકોના ગેસ કનેક્શન કાપી નાખવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોપ વ્યાપ્યો હતો.

Most Popular

To Top