રાવપુરા લીમડા પોળમાં ગેસની સમસ્યા ઉદભવતા સ્થાનિકોમાં રોષ
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ખુશાલચંદ વિદ્યાલયની પાસે ગેસની સમસ્યા ઉદભવી છે. ત્યાંના રહીશોને કેવું છે લીમડાપોળ મહાજન ગલીમાં છેલ્લા કેટલા દિવસથી ગેસ આવતો નથી અને જો આવે છે તો ગેસનું પ્રેશર ખૂબ જ ઓછું હોય છે. જેથી ત્યાંના રહીશોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે ગેસ પૂરતા પ્રમાણમાં નહીં મળવાના કારણે અમારે ઘરમાં રસોઈ બનાવી શકાતી નથી. બહારથી ટિફિન લાવવા પડે છે. તો આ ટિફિન ના પૈસા શું કોર્પોરેશન આપવાની છે કે નેતાઓ આપવાના છે? અધિકારીઓને જ્યારે ફોન કરીએ છીએ ત્યારે આટલા દિવસો પછી એન્જિનિયર જોવા માટે આવ્યો. ચાર જગ્યાએ ખાડા કરી તપાસ શરૂ કરી હતી. આજે આ સમસ્યાનો અંત આવશે એવું અધિકારીઓ જણાવ્યું હતું. અમુક જગ્યાએ ખાડામાં પાણી ભરાઈ ગયું છે એવું કહેતા આ પાણી કાઢ્યા પછી અહીં ફોલ્ટ મળી ગયો છે એવી વાતો કરી કોઈ કામ પૂર્ણ કરતા નથી. આજ વસ્તુ કોઈ મેયર, નેતા, કે કમિશનરની ત્યાં થઈ હોત તો કેટલા સમયમાં પાલિકા પડતી મુશ્કેલી નું સોલ્યુશન લઈ આવે ..પરંતુ આમ જનતા માટે કોઈ અધિકારી કે નેતા કામ કરતું નથી. કોર્પોરેશન ની ગેસ કંપની એક દિવસ જો બિલ ચૂકવવામાં મોડું થઈ જાય તો કનેક્શન કાપી નાખીશું એમ કહે છે. પૈસા પુરા લેવાના અને સગવડ ની વ્યવસ્થા નહીં આપવાની સવારે કહીએ તો કહે કે સાંજે કામ થશે. સાંજે કહે એટલે કે દસ મિનિટમાં થશે 10 મિનિટ પછી સવાર પડે. આમ છેલ્લા એક અઠવાડિયાથી ગોળ ગોળ ફેરવે છે. ગેસની સમસ્યાના કારણે દિવાળીનો તહેવાર બગડ્યો હતો. પ્રધાનમંત્રીના આગમન પહેલા આખું વડોદરા ચોખ્ખું કરી નાખ્યું એવી રીતના જ અમારી સમસ્યાનો અંત પણ તાત્કાલિક આવો જોઈએ. મારી માંગ છે સમસ્યાનો અંત આવતીકાલે સવારના સુધીમાં પતી જવો જોઈએ .
બીજા સ્થાનિકે જણાવ્યું રાવપુરા વિસ્તારમાં વિદ્યાલય પાસે ગેસનો પ્રોબ્લેમ થયો છે. ઓછા પ્રેશરથી ગેસ આવતા અમે અવારનવાર ફોન કરી રજૂઆતો કરી, પરંતુ કોઈ અધિકારી સમસ્યાનો અંત લાવવા આવતો નથી, ગેસ ઓફિસના ધક્કા ખાઈએ અમે થાકી ગયા. રોજ સેવઉસળ લઈને બહારનું ખાવું પડે છે . જેથી અમારે આજે ઉગ્ર રજૂઆત કરવી પડી.
આ બાબતે સ્થાનિક મહિલાઓ પણ રોષે ભરાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે આખી દિવાળી અમારે બહારથી ભોજન લઈને ખાવું પડ્યું હતું. અનેક વાર કહેવા છતાં ગેસ લાઇનનું કામ પૂર્ણ કરતા નથી હવે સવાર સુધીમાં જો આ અગવડતા દૂર નહીં થાય તો અમે કચેરીએ જઈ આંદોલન કરીશું.