Vadodara

વડોદરા : ગેસ કંપનીની ઓફિસમાં ત્રીજા માળે એસીમાંથી ગેસ લીકેજ થતા દોડધામ

સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઈટો બંધ કરી દેવાઇ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

વડોદરા શહેરના દાંડિયા બજાર ગેસ ઓફિસની ત્રીજા માટે આવેલી એકાઉન્ટ ઓફિસના એસીમાં ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તાત્કાલિક કર્મચારીઓ નીચે દોડી આવ્યા હતા.

દાંડિયા બજાર ખાતે આવેલી વડોદરા ગેસ લિમિટેડની ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસનાએસીમાં ગેસ લીકેજ થતા સલામતીના કારણોસર લાઈટો તાત્કાલિક બંધ કરીને તમામ કર્મીઓ ઓફિસ બહાર નીચે આવી ગયા હતા. વડોદરા ગેસ લિમિટેડ અને ગેલનું સંયુક્ત સાહસ છે. દાંડિયા બજાર ખાતે આવેલી ઓફિસના ત્રીજા માળે એકાઉન્ટ વિભાગ છે. નિયત સમયે તમામ માળે ઓફિસ ધમધમતી થઈ હતી. પરંતુ ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસના ચાલુ કરાયેલા એર કન્ડિશન મશીનમાંથી અચાનક ગેસ લીકેજ શરૂ થયો હતો. સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઈટો બંધ કરી દેવાઇ હતી. ત્યારબાદ ત્રણેય માળના કર્મચારીઓ પણ લાઈટો બંધ કરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા. જોકે દસેક મિનિટથી ગેસ લીકેજ થવા છતાં ફાયર બ્રિગેડ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું ન હતું. જોકે એર કન્ડિશનમાંથી ગેસ લીકેજ થયો હોવાની બાબતને સ્થાનિક સિક્યુરિટી ગાર્ડે પણ સમર્થન કર્યું હતું.

Most Popular

To Top