સરદાર એસ્ટેટ શ્રી ગાયત્રી ગેસ સર્વિસ LPG ગેસના ગોડાઉનને ફાયર સેફટીના અભાવે સીલ કરાયું :
અલ્પના સિનેમા ગૃહમાં ચાલુ ફિલ્મમાં અધિકારીઓનું ચેકીંગ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.2
રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી અને એનઓસી મુદ્દે ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ સ્કૂલ હાઈરાઇઝ બિલ્ડીંગો સહિતના એકમોમાં ચેકિંગ કરી સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે તંત્રની રડારમાં ગેસના ગોડાઉનનો તેમજ સિનેમા ગૃહો આવ્યા છે.
વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા સરદાર એસ્ટેટની શ્રી ગાયત્રી ગેસ સર્વિસ એલપીજી ગેસના ગોડાઉનમાં ચેકિંગ કરતા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્ટેશન ફાયર ઓફિસર સહિતના સ્થાફે આ ગોડાઉનને નોટિસ આપી સીલ મારી બંધ કરાવ્યું હતું. જ્યારે બીજી તરફ હવે સિનેમા ગૃહ ઉપર પણ તવાઈ બોલાવાઇ રહી છે આજરોજ પ્રતાપ નગર રોડ અલ્પના સિનેમામાં ફાયર સેફટી અને એનઓસીને લઇ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટેશન ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરદાર એસ્ટેટમાં ગાયત્રી ગેસ ગોડાઉનમાં તપાસ કરી છે. ગોડાઉમાં 8 હજાર જેટલી સિલિન્ડર રાખવાની ક્ષમતા છે. અગાઉ 2022ના ડિસેમ્બર મહિનામાં દરેક ગેસ ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી. અત્યારે મ્યુ.કમિશ્નર , ચીફ ફાયર ઓફિસરની સૂચનાથી જે અગાઉ તપાસ અને ઓડિટ થયું હતું. તેમાં કોઈ તેઓએ કોઈ કાર્યવાહી કરી કે કેમ એના ભાગરૂપે તપાસમાં અમને મોકલ્યા હતા. અગાઉ નોટિસ આપવા છતાં પણ જે ગેસ ગોડાઉન છે તેમાં ખાસ કરીને જ્યારે 8 હજાર જેટલી કેપેસિટીમાં સિલિન્ડર રાખતા હોય તો એવા ગોડાઉનમાં સમજી શકાય છે કે ગેસ ક્યાંકને ક્યાંક ડેવલોપ થતો હોય, એલપીજી ગેસ છે. એક્સપલોઝીવ સિલિન્ડર ગણાય , તો એ ગેસ ગોડાઉનમાં હજી પણ જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની હોય તે નિયમ અનુસાર સ્પ્રિંકલર સિસ્ટમ વસાવવાની હોય, LPG ગેસ જ્યારે લીકેજ થતો હોય તો હવાથી ભારે હોય તો એ ગેસ વાતાવરણમા વેન્ટિલેટેડ થાય અને એટલા માટે એના ગોડાઉન વ્યવસ્થિત રાખવાના હોય પરંતુ, ખીચોખીચ સિલિન્ડરથી ભરેલા છે. અગાઉ 2022માં આ અભિયાન થયું હતું તપાસ થઈ એમને સૂચના આપી હતી કે, સિલિન્ડરો માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવે , પરંતુ ક્યાંકને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેથી જેટલા પણ ગેસ ગોડાઉન છે તે અનસેફ છે. જાહેર જનતા અસુરક્ષિત છે અને આવા ગેસ ગોડાઉન છે. જેનાથી અસલામતી ફેલાઈ રહી છે. તો તેવા ગોડાઉનોનું સ્થળ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના મળતા અમે વડોદરા ઇમર્જન્સી ફાયર સર્વિસ તરફથી ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉન પર આવી સ્થળ તપાસ કરી છે. જેમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટીની સુવિધાઓ વસાવી નથી. ફક્ત અને ફક્ત ફાયર એક્સીન્ગ્યુસર રાખ્યા છે. જે ગણતરીમાં જોઈએ તો બેથી ત્રણ છે. જ્યારે 8000 જેવા સિલિન્ડર કેપેસિટીમાં હોય એની સામે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ પ્રોપર હોવું જોઈએ ઈલેક્ટ્રીક વાયરીંગ બધું જર્જરીત છે જે સ્ટ્રક્ચર છે એમાં ઉપર શેડ પર પ્લાસ્ટિક છે. દિવાળીના સમયે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર પ્લાસ્ટિક આ બધું જે ભયજનક પરિસ્થિતિમાં છે. એને આજે બંધ કરવા માટે આવ્યા છે. જે સીલ કરવા માટે આવ્યા છીએ, તો આ ગોડાઉનમાં કાર્યવાહી કરી છે. જીવન સુરક્ષા માટે, જાહેર જનતાની સલામતી માટે આ કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં સુધી સલામત સુરક્ષિત ન થાય ત્યાં સુધી આ બંધ રાખવામાં આવશે.