પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાલેજથી શેરખી સુધી પશુ ભરેલા ટ્રકનો પીછો કર્યો, ચાલક સહિતના આરોપીઓ ટ્રક મૂકી ભાગી ગયા
વડોદરા તારીખ 28
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ગેરકાયદે પશુની હીરાફેરી ઝડપાઈ છે. ડીસાથી ટ્રકમાં 33 જેટલા પશુઓ ભરીને સુરતના કતલખાને લઈ જવામાં આવતા હતા. દરમિયાન પાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓએ પાલેજથી શેરખી સુધી પીછો કર્યો હતો ત્યારે ચાલક સહિતના બે શખ્સ ટ્રક મુક્કી ભાગી ગયા હતા. પશુ ભરેલો ટ્રક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે.
વડોદરા નજીકથી પસાર થતા નેશનલ તથા એક્સપ્રેસ હાઈવે પરથી અવર નવાર પશુઓ ટ્રકમાં ભરીને ગેરકાયદે હેરાફેરી કરવામા આવતી હોય છે. ત્યારે પ્રાણી કૃરતા નિવારણ સંસ્થા દ્વારા પશુ ભરેલા ટ્રકને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે 27 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે ડીસાથી ટ્રકમાં પશુઓ ભરીને સુરતના કતલખાને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી લેવામાં આવતા હતા. જેની બાતમી સંસ્થાના કાર્યકર્તાઓને મળતા તેઓએ આ ટ્રકનો પીછો કર્યો હતો. જેથી ટ્રક ચાલકોએ ગાડી ભગાવી હતી પરંતુ કાર્યકર્તાઓએ પાલેજથી શેરખી સુધી 20થી 35 કિલોમીટર સુધી પીછો કર્યો હતો.
ત્યારે શેરખી પાસે ટ્રક ચાલક સહિત બે જણા ટ્રક મૂકી ફરાર થઈ ગયા હતા. જેથી ટ્રકમાં તપાસ કરતા 33 જેટલા પશુઓ દોરડા વડે બાંધેલા હતા. જેથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ તાલુકા પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસે તાત્કાલિક દોડી આવી પશુ ભરેલો ટ્રક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.