જરોદમા દુકાનમા લાગેલી આગે બે દુકાનોને ભસ્મીભુત કરી,આગની હોનારતના પગલે નાસભાગ મચી
આગ કાબુમા લેવા હાલોલ ફાયર વિભાગની મદદ લેવાઈ,ગેરકાયદેસર ઊભી કરેલ દુકાનોમા આગ લાગતા સામાન ખાક,અનાઘિકૃત બાંઘકામ દુર કરવા અનેક કરાઈ રજુઆત
હાલોલ વડોદરા બાયપાસથી જરોદમા પ્રવેશતા અનઘિકૃત બાંઘકામ કરી અડીંગો જમાવેલી દુકાનોમા સવાર સવારમા લાગી આગ.
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા જિલ્લાના જરોદ ગામે બાયપાસ પાસે આવેલી દુકાનોમાં અચાનક આગ પ્રસરતા દોડભાગ મચી હતી, દુકાનોમાં લાગેલી આગ કાબુમા લેવા ગ્રામજનો દ્વારા ખૂબ જહેમત કરવામાં આવી છતા પણ આગ કાબુમાં નહિ આવતા હાલોલ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની મદદથી બે જેટલી દુકાનોમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગમા એક નાયર અને પાનનો ગલ્લો કેબીન ભસ્મીભુત થયો હતો. મુદ્દાની વાત તો એ છે કે જરોદમાં ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબત જરોદ ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાના અધિકારીઓને, R&B વિભાગ તથા કલેકટર કચેરીએ પણ ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અધિકારીઓની નિષ્ક્રિયતા ને કારણે આજદિન સુધી આ ગેરકાયદેસર દુકાનો દૂર કરવામાં આવી નથી. જેના કારણે માલીકીની દુકાનો ધરાવતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.
આગની હોનારત શોર્ટ સર્કિટના કારણે થયાનુ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.જોકે આગપર કાબુ થતાં અન્ય જગ્યાએ આગ પ્રસરતા અટકી હતી. આ ઘટનાબાદ તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, તેની જનતા રાહ જોઈ રહી છે.