Vadodara

વડોદરા : ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજૂર કરાઈ

વડોદરા તારીખ 17
વ્યાજખોરના ત્રાસથી હોલસેલમાં ફ્રુટનો ધંધો કરતા વેપારીએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચકચારી કેસમાં નામચીન કલ્પેશ કાછિયાનું નામ બહાર આવ્યું હતું. કુખ્યાત કલ્પેશ ભુગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ દ્વારા તેને પકડવા માટે મુંબઈ સુધીનો ફેરો પણ લગાવ્યો હતો હજી પોલીસ તેને શોધી શકી નથી. આ દરમિયાન કલ્પેશ કાછિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરવામા આવ્યા છે.

વડોદરા શહેરના વારસીયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશ કેસરીચંદ નેનાની રજામહેલ રોડના સંતોષ ઉર્ફે અકુ બાબુભાઈ ભાવસાર પાસેથી રૂ.47 લાખ વ્યાજ પર લીધા હતાં. આ રૂ.47 લાખની સામે નરેશે પોણા બે કરોડ જેટલી રકમ પરત વ્યાજખોરને ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં ગેરકાયદે નાના ધીરધાર નો ધંધો કરતા સંતોષ ઉર્ફે અકુએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને તેને તથા પરિવારને રૂપિયા નહીં આપે તો નુકસાન પહોંચાડવા માટેની પણ ધમકી વારંવાર આપતો હતો. દરમિયાન તેની દુકાન પર આવીને વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી કરતા તેના ત્રાસથી કંટાળીને વેપારીએ દુકાનમાં જઈને વ્યાજખોર ની સામે જ ફિનાઇલ પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા વ્યાજખોરની ધરપકડ કરી લઈને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારે કેસમાં ગેંગસ્ટર અને માથાભારે એવા કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું. જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા કાછિયો મુંબઈ તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમ મુંબઈ ખાતે તેને પકડવા રવાના કરાઈ હતી પરંતુ હાથમાં આવ્યો ન હતો. દરમિયાન માથાભારે કલ્પેશ કાછિયાએ પોલીસ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં છે. હાલમાં કોઈપણ ચમરબંધી માથાભારે આરોપી પકડાય તો પોલીસ દ્વારા તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવતો હોય છે ત્યારે કલ્પેશ કાછિયાને ડર હતો કે પોલીસ તેનું સરઘસ કાઢવામાં આવશે જેથી તેને આગોતરા જામીન મૂક્યા હતા.આ પહેલા પોલીસે કલ્પેશના નામચિન મિત્રના બિલ ચાપડના ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી હતી. આ ઉપરાંત પોલીસ કલ્પેશના કોલ ડિટેઇલ પણ તપાસ કરી રહી છે. તે કોણી સાથે વધુ સંપર્કમાં હતો. કોના સંપર્કમાં રહીને તે પોલીસ પકડથી બચવા નાસ્તો ફરી શકે છે. આ તમામ પાસા પર પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top