Vadodara

વડોદરા : ગુમ-ચોરાયેલા 87 મોબાઇલ પોલીસ કમિશનરના હસ્તે માલિકોને પરત કરાયાં

પ્રતિનિધિ વડોદરા તા.2

શહેર પોલીસના ઝોન -2માં આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક મોબાઇલ ગુમ અને ચોરી થયા હતા. ત્યારે પોલીસ દ્વારા આ મોબાઇલ શોધી કાઢ્યા હતા. માલિકો પરત કરવા માટે તેરાતુજકો કાર્યક્રમ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે યોજાયો હતો. જેમાં પોલીસ કમિશરની ઉપસ્થિતમાં 14.77 લાખના 87 મોબાઇલ તેમના માલિકો પરત કરાયા હતા.

વડોદરા શહેરના ઝોન-2માં આવતા પોલીસ સ્ટેશનમાં ઘણા લોકો લોકોના મોબાઇલ ચોરાયા તો કેટલાકના ગુમ થઇ ગયા હતા. જેની જેતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તમામ મોબાઇલ ભારે જહેમત બાદ શોધી કાઢવામાં આવ્યા હતા. કલાભુવન ખાતે આવેલી ટેક્નોલોજી ફેકલ્ટીમાં ગુરુવારના રોજ પોલીસના ઝોન 2 દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિ. કમિશનર મનોજ નિનામા અને ઝોન ટુ અભય સોની અને વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા આ ગુમ તથા ચોરી થયેલા રૂા.14.77 લાખના 87 મોબાઈલ તેમના માલિકો બોલાવીને પરત આપવામાં આવ્યા હતા. જેથી મોબાઇલ માલિકો દ્વારા પોલીસનો દિલથી આભાર વ્યક્ત પણ કર્યો હતો.  

Most Popular

To Top