Vadodara

વડોદરા : ગુજેસીટોકના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી ઝડપાયો

વડોદરા: વડોદરા શહેરમાં બુટલેગર અલ્પુ સિંધી ગેંગ બનાવી પોતાના સાગરીતો સાથે મળી જુદા-જુદા રાજ્યોમાંથી દારૂ લાવીને તેની હેરાફેરી કરતો હોવાનું ખુલ્યું હતુ. જેથી વડોદરા પોલીસે લીસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી સહિત 8 આરોપી સામે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ (ગુજસીટોક) ગુનો દાખલ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ ગુજસીટોકના 8 આરોપીઓ પૈકી ફરાર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામા આવ્યો છે.

Most Popular

To Top