Vadodara

વડોદરા : ગુજરાત રિફાઇનરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થીઓની હોલ ટીકીટ અટકાવી દેતા હોબાળો

વોશરૂમમાં તોડફોડ કરવાના મામલે મેનેજમેન્ટ દ્વારા રૂ.5 હજારની માંગણી :

વાલીઓને બોલાવી લેખિતમાં આપવા મેનેજમેન્ટ દ્વારા જણાવાયું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરા ગુજરાત રિફાઇનરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં યોજાનારી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ નહીં અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. બાળકોથી વોશરૂમમાં તોડફોડ કરવાના મામલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સમગ્ર મામલે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો.

આગામી તારીખ 27 મી ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા યોજાશે. ત્યારે વડોદરા શહેરના ગુજરાત રિફાઇનરી ખાતે આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા 10 થી 12 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં નહીં આવતા હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમારા બાળકોએ શાળાના બોયઝ વોશ રૂમની તોડફોડ કરી નથી તેમના પર ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને 5000 રૂપિયા ભરવા પડશે તો જ હોલ ટિકિટ મળશે તેમ વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું. જો અમારા બાળકોને વહેલી તકે હોલ ટિકિટ આપવામાં નહીં આવે તો ડીઇઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે. વાલી પુનમબેન ખંડેલવાલ એ જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે જબરજસ્તી અમારા બાળકો પર આરોપ મૂકવામાં આવે છે કે, તમારા બાળકો જ વોશરૂમમાં તોડફોડ કરી છે અને જબરજસ્તી રીતે અમારી ઉપર પાંચ હજાર રૂપિયા ભરવા કહી રહ્યા છે અને લેખિતમાં આપવું પડશે. 5000 રૂપિયા આપો તો જ હોલ ટિકિટ મળશે. જે રીટા શર્મા મેડમે આ જણાવ્યું હતું. જો તમે 5,000 આપશો તો જ અમે તમારા બાળકોને હોલ ટિકિટ આપીશું. પરંતુ આ ખોટું છે. આનાથી બાળકો પર ખોટી અસર પડી રહી છે અને મેનેજમેન્ટને વાત કરી કે જો અમારા બાળકોએ આ તોડફોડ કરી હોય તો અમને સીસીટીવી વિડીયો બતાવો પણ એ લોકો અમને બતાવતા નથી. અમે એ પણ કીધું કે, જો અમારા બાળકોએ તોડફોડ કરી હશે તો અમે હમણાં જ 5000 રૂપિયા આપવા તૈયાર છીએ. પરંતુ અમારા બાળકોએ તોડફોડ કરી છે એવો કોઈ વિડીયો અમને બતાવતા નથી. સમગ્ર મામલે વાલીઓ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની ચેતવણી પણ સ્કૂલ મેનેજમેન્ટ ને આપી હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top