Vadodara

વડોદરા : ગરમીનો પ્રકોપ,કમાટીબાગ ખાતે પ્રાણી-પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરાયો

કમાટી બાગ ખાતેના પક્ષી ઘરમાં ઠંડક કરાવાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

સમગ્ર રાજ્ય સહીત વડોદરા શહેરમાં પણ ગરમીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકો ગરમીમાં હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના કમાટીબાગ ખાતે પ્રાણીઓ અને પક્ષી ઘરમાં પણ પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામસી રહ્યા છે. લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીનો રસ ઠંડા પીણા નું સેવન કરી રહ્યા છે. જ્યારે લોકોના ઘરોમાં 24 કલાક એર કન્ડિશનર, કુલર પંખાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આમ માનવીની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડ્યા છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ખાતે પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ પ્રકારની ઘાસ પણ પક્ષીઓના ઘરોમાં રાખવામાં આવેલી છે. જેના કારણે દિવસ દરમિયાન પાણીનો છંટકાવ કરવાથી પક્ષી ઘરમાં ઠંડક રહે અને પક્ષીઓ ગરમીથી રાહત અનુભવી શકે.

Most Popular

To Top