Vadodara

વડોદરા: ગધેડા માર્કેટ પાસે ઢોર પાર્ટીના કર્મચારીઓ પર પશુપાલકોનો લાકડીઓથી હુમલો

પ્રતિનિધિ વડોદરા તા. 2
શહેર ના કિશનવાડી ગધેડા માર્કેટ વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટીએ ત્રણ રખડતા ઢોરોને પકડયા હતા. ત્યારે છ જેટલા પશુપાલકોએ લાકડી સહિતના હથિયારો સાથે ધસી આવી ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લાકડીઓ વડે હુમલો કરી ત્રણ ગાયો છોડાવી ગયા હતા. એ ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને જમનાભાઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે એક પશુપાલકની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરમાંથી રખડતા ઢોરોને પાલિકાની ઢોર પાર્ટી દ્વારા પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવતા હોય છે. પરંતુ જાહેર રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થવાનું નામ લેતો નથી. જાહેર રોડ પર ઢોર આવી જવાના કારણે ઘણી વાર અકસ્માત થતા વાહન ચાલકો અને રાહદારીઓના મોત પણ નીપજ્યા છે. ઢોર પાર્ટી ની ટીમ સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરતી હોય છે. ગત 1 જૂનના રોજ રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટીની ટીમ ગધેડા માર્કેટ ચાર રરતા પાસે રખડતી ગાયોનુ ટોળુ જાહેરમાં ફરી રહ્યું છે. જેથી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પાલિકાની ટીમ ગધેડા માર્કેટ ચાર રસ્તા નીલકનગર સોસાયટી પાસે આવતા ત્રણ રખડતી ગાયો રોડ પકડી પાડવામાં આવી હતી. દરમિયાન તાત્કાલીક અલગ અલગ આશરે બે બાઈક પર આશરે ચાર પશુપાલકો હાથમાં લાકડીઓ લઈને ધસી આવ્યા હતા અને ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ગાળાગાળી ઝઘડો કરવા લાગ્યા હતા. તુંઆરબાદ તેઓએ પકડેલી ગાયો છોડાવી જાહેર રોડ પર ગાયો બેફામ રીતે દોડાવી ભગાડી ગયા હતા અને પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારી પર લાકડી વડે છ જેટલા પશુપાલકોએ લાકડી અને સાફી વડે હુમલો કર્યો હતો. કર્મચારીઓ લોહી લુહાણ થઈ જતા સારવાર માટે તેમને જમનાબેન હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ આવી ગઈ હતી ત્યારે ત્રણ ભાગી ગયા હતા જ્યારે રાજુભાઈ ભોપાભાઈ ભરવાડ (રહે, માણકી કોએલ પાસે ભરવાડ વાસ આજવા રોડ વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. ઢોર પાર્ટીના કિરણકુમાર ગુલાબરાવ ગિરનારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ પશુપાલકો સામે ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top