વોર્ડ 3માં સમાવિષ્ટ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને પાલિકાની નોટિસ :
વડોદરા : વિશ્વામિત્રી નદીમાં પૂરને મામલે કોર્પોરેશને હાથ ધરેલ કાર્યવાહીના મામલે લોકોનો રોષ સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા 11 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી છે. ત્યારે, કારેલીબાગ વોર્ડ 3માં સમાવિષ્ટ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને નોટિસ મળતા લોકોએ નારાજગી દર્શાવી હતી.
વિશ્વામિત્રી નદીમાં પુર બાદ કોર્પોરેશને દબાણ કર્તાઓને નોટિસ ફટકારી છે.ત્યારે, કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીના લોકોને પણ નોટિસ મળતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. માત્ર જો હંગામી બનાવેલ કાંસથી વડોદરામાં પૂર આવતું હોય તો અમે દૂર કરવા તૈયાર છે તેમજ બાજુની સોસાયટીમાં રહેતા કાઉન્સિલરે વિશ્વામિત્રીના પટ પર દબાણ કર્યું 70 બાય 20 ફૂટ નું દબાણ કરી ગ્રાન્ટ માંથી પેવર બ્લોક નખાવ્યાં હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યા હતા.
વિશ્વકુંજ સોસાયટીના પ્રમુખ કલ્પેશ નાયકે જણાવ્યું હતું કે, સોસાયટીના ધાર્મિક અને સામાજિક પ્રસંગો માટે જે સ્ટ્રકચર બનાવ્યું હતું. એના માટે અમને નોટિસ આપવામાં આવી છે કે, 72 કલાકમાં એને દૂર કરો. અમારો જે ઝોન છે એ સર્વેમાં એક જ સ્ટ્રક્ચર છે અને એના લીધે જો વડોદરા શહેરનું પૂર સંકટ ઉતરી જતું હોય તો અમે સૌથી પહેલા આ સ્ટ્રક્ચર હટાવી દઈશું. પણ વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર રૂપલબેન મહેતા બાજુની સોસાયટીમાં જ રહે છે અને એમના ઘરની પાસે લગભગ 70 ફૂટ ઊંડું અને 20 ફૂટ પહોળું જે એમણે જે દબાણ કર્યું છે, તો કોર્પોરેશનના ડ્રોન સર્વેમાં એ કેમ ન આવ્યું. અમારી સોસાયટી વિશ્વામિત્રી નદી કિનારે હતી તો એમની પણ નદી કિનારે હતી, તો એમણે જે પુરાણ કરીને કરાવ્યું છે તો કોર્પોરેશન પાસે એવો નકશો જ નથી કે ઓરીજનલ નદી ક્યાં હતી અને ક્યાંથી શરૂઆત થાય અત્યારે આટલું મોટું દબાણ થયું ભાજપના રાજમાં જ તો અમારી ત્યાં કોઈ સર્વે નથી કર્યો કે કયું કાયદેસર છે અને કયું ગેરકાયદેસર. બધી જગ્યાએ લોલમ પોલ ચાલી રહી છે. અમે જે આ વખતે ગણપતિજીમાં કોર્પોરેટરના પ્રવેશ બંધીનું ડેકોરેશન કર્યું હતું. એટલે એની અદાવત રાખીને આ નોટિસ અમને આપવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. કોર્પોરેશન અમારી સાથે વાલા દવલાની નીતિ અપનાવી રહ્યું છે.
કોર્પોરેશન પાસે કામ કરવાની કોઈ નીતિ જ નથી :
કોર્પોરેશન પાસે પહેલી વાત એ છે કે કામ કરવાની કોઈ નીતિ જ નથી. સૌથી પહેલું અહીંયા કોર્પોરેશને જે ડ્રીલ મારીને આપી છે. એની હદની અંદર છે. એટલે નદીમાં પૂર આવે તો એને કોઈ લાગતું વળગતું જ નથી. બીજું અહીંયા કોર્પોરેશનની બાઉન્ડ્રીની અંદર અનલીગલી લાગે છે, તો બાજુની સોસાયટીમાં જે રૂપલબેન કોર્પોરેટર છે એમને ત્યાં ઓછામાં ઓછું 70 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું એ લોકોએ પુરાણ કરીને બનાવ્યું છે,તો એનું શું એટલું માત્ર અહીંયા કન્સ્ટ્રક્શન જ દેખાય છે કે એ પણ દેખાય છે. અને દેખાતું હોય તો જોયા વગર આંધળા કેમ બની ગયા છો : નિલેશ પટેલ, સ્થાનિક