Vadodara

વડોદરા : ગણેશ પંડાલમાં કાઉન્સિલરોની પ્રવેશબંધી,પુર પ્રકોપમાં પડેલી હાલાકીને લઈ લોકોનો આક્રોશ



વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો

ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીની હાલતના ફોટાઓ મૂક્યા :



( પ્રતિનિધિ )વડોદરા,તા.8

વડોદરા શહેરમાં પુરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે. ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે.

વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હલાકી વેઠવી પડી છે ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે. પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધિશ લોકોની વહારે આવ્યું ન હતું. પૂરના પાણી ઓસર્યા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોજ ભભૂકી ઉઠ્યો હતો. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. હાલ ગતરોજથી વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે હવે ત્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે. વડોદરા શહેરના વોર્ડ 3માં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે. ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મુકવામાં આવ્યા છે. વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર પણ મદદે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે. પરંતુ ચારે ચાર કાઉન્સિલરો દેખાયા પણ નથી સ્થાનિક કાઉન્સિલરે તો અમે કરેલી કામગીરી ના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે કામગીરી કરી બતાવી હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા. અમારા બાળકોને પેકેટ તો નહીં પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવડવું પડ્યું હતું. સોસાયટીમાં બારબાર ફૂટ પાણી ભરાયા હતા. અત્યાર સુધીમાં તમામ પુરમાં સૌથી નુકસાનકારક આ પુર રહ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top