જે રૂટ પરથી વિસર્જન યાત્રા પસાર થવાની છે ત્યાં આવતા મકાનો અને બિલ્ડીંગોની છત પર ચેકિંગ
કોમી માનસ ધરાવતા તથા હિસ્ટ્રી સિટરને પણ ચેક કરાયા,
પ્રતિનિધિ વડોદરા તારીખ 10
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. પોલીસ કમિશનરની સૂચનાથી વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે રુટ પરથી વિસર્જન યાત્રા પસાર થવાની છે તે રોડ પર આવતા મકાનો અને બિલ્ડીંગોના ધાબા પર પણ ચેકિંગ શરૂ કરાયું છે.
વડોદરા શહેરમાં 7 સપ્ટેમ્બરના રોજથી ગણેશ ચતુર્થીનો તહેવારને લઇ વિવિધ વિસ્તારોમાં આવેલા યુવક મંડળ તથા લોકો દ્વારા પોતાની આસ્થા મુજબ ગણેશજીની સ્થાપના કરાઈ છે. ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ લોકોમાં સલામતિ અને શાંતિ અને ઉત્સાહ પુર્વક ઉત્સવ મનાવી શકે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સુચના દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ફુટ પેટ્રોલીંગ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિસર્જન સમયે જે વિસ્તારમાં ભગવાનની રેલી તથા વિસર્જન યાત્રા નીકળવાની છે. તેવા રોડ પર આવતા મકાનો, મોટી બિલ્ડીંગના ધાબાઓ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન જેમાં સીટી, વાડી, પાણીગેટ, કારેલીબાગ, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે સમગ્ર વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરાયું છે ઉપરાંત કોમી-માનસ ધરાવતા વ્યક્તિઓ, હિસ્ટ્રીશીટરો તથા એમસીઆર ચેક કરવા અને વિવિધ બિલ્ડીંગ અને ધાબા પોઈન્ટ ચેક કરવાની કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના માટે પણ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
વડોદરા : ગણેશ વિસર્જનને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પ્રતિનિધિ વડોદરા તારીખ 10
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આનંદ અને ઉલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં લોકો પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અને દસમા દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે વિસર્જન પ્રક્રિયાને લઈને પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ ઝોન પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જ્યાં સુધી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે.
વડોદરા શહેરમાં ભારે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. લોકોએ પોતાની માન્યતા મુજબ પોતાના ઘરે તથા ભંડારોમાં પાંચ, સાત, નવ અને દસ દિવસ સુધી શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કર્યા બાદ છેલ્લા દિવસે ગણેશ ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે.
વડોદરા શહેર પોલીસ અને પાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં નવલખી, એસએસવી સ્કૂલ, સમા લીંક રોડ, ખોડીયાર નગર રોડ જીઓ પેટ્રોલ પંપ માંજલપુર મુક્તિધામ ગોરવા દશામાં તળાવ તેમજ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા 11, 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને નો પાર્કિંગ ઝોન તથા પ્રતિબંધિત રૂટ અને વૈકલ્પિક વ્યવસ્થા સાથે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે.