રાજમહેલ રોડ તથા રાવપુરા વિસ્તારમાંથી મૂર્તિ તોડી બહાર નીકળતો શખ્સ કેમેરામાં કંડારાયો
પ્રતિનિધિ વડોદરા તા.8
વડોદરા શહેરના રાજમેહોલ રોડ અને રાવપુરા વિસ્તારમાં બે જગ્યા પર એક શખ્સ પંડાલોમાં પ્રવેશ કર્યા બાદ શ્રીજીની બે પ્રતિમાને ખંડીત કરી ફરાર થઇ ગયો હતો. પોલીસ કહે છે આ શખ્સ ચોરી કરવાના ઇરાદો આવ્યો હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ દરમિયાન ભગવાનની પ્રતિમા ખંડીત કરાતા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.
સંસ્કારીનગર વડોદરામાં દરેક તહેવારની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમાં ગણેશોત્સવમાં લોકો ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાતો હોય છે. પરંતુ કેટલાક અસામાજિત તત્વો દ્વારા હિન્દુ ધર્મના તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને તેવા કાવરતુ રચાતુ હોય છે અને શહેરી શાંતિ ભંગ કરી શાંતિમય વાતાવરણમાં પલીતો ચીપવાનો પ્રયાસ કરતા હોય છે. તેવો જ કિસ્સો રાજમહેલ રોડ અને રાવપુરા વિસ્તારમાં બનાવા પામ્યો છે. જેમાં એક શખ્સ રાત્રીના સમયે આવે છે અને સી ડિવિઝન સામે ખાડિયાપોળ યુવક મંડળ તથા રણછોડ યુવક મંડળના પંડાલમાં રૂપિયા ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરીને શ્રીજીની પ્રતિમા ઘંડીત કરે છે.ત્યારબાદ નવરંગ સર્કલ પાસે નવયુગ પ્રગતિ યુવક મંડળમાંથી બે તાંબાના લોટાની ચોરી કરીને બહાર નીકળી ગયો હતો. જેથી પોલીસ દ્વારા ત્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગ તરફ જતો જોવા મળી રહ્યો છે. ત્રણ પૈકી બે મંડળમાં પ્રવેશ કર્યા ગણેશજીની પ્રતિમાને ખંડીત કરી શહેરની શાંતિ ભંગ કરવાનો ખનન પ્રયાસ કર્યો છે. જ્યારે એસીએ એ પી રાઠવાએ જણાવ્યું હતું કે શ્રીજીની મૂર્તિ ખંડીત થવાના મામલે તપાસ શરૂ કરાઇ છે. જેમાં સીસીટીવી કેમેરામાં દેખાતા શખ્સની ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ છે.