Vadodara

વડોદરા : ગણેશજીની શોભાયાત્રા કાઢવા માટે પરમિશન નહીં આપતા પોલીસ અને ગણેશ મંડળ ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

પોલીસ કમિશનર ફરી ગણેશ મંડળોના આયોજન સાથે બેઠક યોજશે..

રણમુક્તેશ્વરથી રાવપુરા ખાતે શ્રીજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢવા માટે પરમિશન નહીં આપતા પોલીસ અને ગણેશ યુવક મંડળ ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે ધાર્મિક પર્વને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગે સુખદ સમાધાન કરી શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપી હતી. જેથી યુવક મંડળ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રણમુક્તેશ્વરથી શોભાયાત્ર લઈને રાવપુરા ખાતે નીકળ્યા હતા.
રાવપુરા વિસ્તારમાં આવેલા ખર્ચીકર યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ યુવક મંડળ દ્વારા ગણેશ જીની પ્રતિમાનું સ્થાપના કરવાના છે. ત્યારે આ તૈયાર શ્રીજીની પ્રતિમા પ્રતાપ નગર ખાતે મૂકવામાં આવી છે અને ત્યાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને રામપુરા ખાતે આવેલા ખરચિકરના ખાંચામાં લઈને આવવા માટે યુવક મંડળના પ્રમુખ સહિતના લોકો ભેગા થઈને શોભા કાઢવા માટે ની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે શોભાયાત્રા કાઢવાની પરમિશન આપી ન હતી. જેના કારણે પોલીસ અને યુવક મંડળના સભ્યો વચ્ચે પરમિશન મુદ્દે ઘર્ષણ થયું હતું અને યુવક મંડળ સહિતના તમામ લોકો રોડ પર આવી ગયા હતા. એક તબક્કે મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હોય વાતાવરણ ડહોળાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આખરે પોલીસ વિભાગે ભગવાન ગણેશની શોભાયાત્રા કાઢવા માટે સુખદ સમાધાન કરીને મંજૂરી આપી હતી. જેથી યુવક મંડળ દ્વારા ભારે ઉત્સાહભેર ગણેશજીની શોભાયાત્રા ને લઈને ખર્ચીકરના ખાંચામાં કઈ જવામાં આવી હતી. બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેરમાં ગણેશજીનું સ્થાપન કરતા 200 ઉપરાંતના ગણેશ મંડળ સાથે ફરીથી એક બેઠક યોજવામાં આવશે. જેમાં તેમને કયા કયા નીતિ નિયમમાં રહીને ગણેશ પર્વની ઉજવણી કરી તેની માહિતી પણ આપવામાં આવશે.

Most Popular

To Top