Vadodara

વડોદરા : ખોડિયારનગર વિસ્તારમાંથી કુખ્યાત બૂટલેગર નિલુ સિંધીનું દારૂનું ગોડાઉન ઝડપાયું

પીસીબી તથા હરિયાણા પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો, નિલ સિંધીને પોલીસ હરિયાણા લઇ ગઇ

ગોડાઉનમાંથી પાંચ શખ્સોની ધરપકડ, દારૂની પેટીઓ અને ત્રણ વાહનો કબજે કરાયાં    

પ્રતિનિધિ વડોદરા તા.20

વડોદરાના પૂર્વ વિસ્તારમાં લિસ્ટેડ બૂટલેગર નિલુ સિંધી ગેરકાયદે ગોડાઉન બનાવીને તેનો અન્ય જગ્યા પર દારૂ સપ્લાય કરતો હતો. દરમિયાન હરિયાણા તથા પીસીબી પોલીસે સંયુક્ત રીતે રેડ કરીને ઘરમાંથી કુખ્યાત બૂટલેગર નિલુ સિંધીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પતરાના શેડનું બનાવેલુ વિદેશી દારૂનું ગોડાઉન પણ ઝડપાયું હતું. જેમાં વિદેશી દારૂની પેટીઓ, ત્રણ જેટલા વાહનો અને પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવા સાથે મુદ્દામાલ કબજે કરીને હરણી પોલીસને સોંપવામાં આવ્યો હતો.  

વડોદરા શહેરમાં બૂટલેગરો દ્વારા મોટી સંખ્યામાં વિદેશી દારૂનો વેપલો કરાઇ રહી છે. દરમિયાન દારૂનું સામ્રાજ્ય ફેલાવનાર લિસ્ટેડ બુટલેગર નિલુ સિંધી દ્વારા મોટી સંખ્યામાં દારૂ અલગ અલગ જગ્યા પર સપ્લાય કરવામાં આવતા હોય છે. દરમિયાન આજે 20 એપ્રિલે હરિયાણા તથા પીસીબી પોલીસની ટીમની મળેલી બાતમીના આધારે ખોડિયારનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત નિલુ સિંધીને તેના તેના ઘરમાંથી દબોચી લેવામાંઆવ્યો હતો. ત્યારબાદ બંને પોલીસ દ્વારા ખોડિયારનગર પેટ્રોલપંપની પાછળ પતરાના શેડવાળા દારૂનું ગોડાઉન પર રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી બૂટલેગર કાલુ ટોપી સહિતના તેના મળતીયા મળીને 5 લોકોને ઝડપાઇ ગયા હતા. પોલીસ દ્વારા ગોડાઉનમાં તપાસ કરી હતી ત્યારે દારૂની પેટીઓ, ટેમ્પો સહિતના ત્રણ જેટલા વાહનો મળી આવતા જપ્ત કરાયા હતા. વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ જેટલા વાહનો મળીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યા બાદ આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. હાલમાં હરિયાણા પોલીસે એક્સાઇઝ ચોરીના ગુનામાં નિલુ સિંધીની ધરપડક કરીને લઇ ગઇ છે. આગામી દિવસમાં વડોદરા પોલીસ તેનો તપાસના કામે કબજો મેળવશે.

ગોલ્ડન ચોકડી પાસેથી કારમાં સીટની પાછળ ખાનું બનાવી સંતાડેલો વિદેશો દારૂ ઝડપાયો,

વડોદરા નજીક આવેલી કારમાં દારૂનો જથ્થો ભરીને ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાની છે. તેવી બાતમીના આધારે પીસીબી પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેમાં જેવી કાર આવતા પીસીબીએ પકડી તેમના તલાસી લેતા બે શખ્સો બેઠેલા હતા.જેથી બંને નીચે ઉતાર્યા બાદ કારમાં તલાસી લેતા સિટી પાછળ ખાનું બનાવીને તેમાં દારૂની બોટલ સંતાડી રાખી હતી. જેથી રૂ. 1.56 લાખનો દારૂનો જથ્થો અને કાર કબજે કરી આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top