મેયરના વોર્ડમાં વરસાદી કાંસની ઢાંકણાની ત્રણ મહિના પહેલા થઈ હતી ચોરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરના ખોડીયાર નગર અવધસિટી ચાર રસ્તા પાસે વરસાદી કાસમાં આખલો ખાબક્યો હતો.ઘટનાને પગલે સ્થાનિક લોકોએ એકત્ર થઈ ભારે જહેમતે આખલાને બહાર કાઢ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં આવેલ ખુલ્લી વરસાદી કાંસમાં મધરાત્રીએ આખલો પડ્યો હતો.આખલા પડવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થયા હતા.બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાયાં બાદ પણ ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી ન હતી.બે કલાકની ભારે મહેનત બાદ સ્થાનિકોએ આખલાને બહાર કાઢ્યો હતો.મેયરના વોર્ડમાં વરસાદી કાંસના ઢાંકણાની ત્રણ મહિના પહેલાજ ચોરી થઈ છે.ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આખલો કાંસમાં ખાબક્યો હતો.ચોમાસાની શરૂઆત પહેલા ખુલ્લી વરસાદની કાંસો મોટા અકસ્માતો નું કારણ બની શકે છે.પાલિકાનું વહીવટી તંત્ર વરસાદી કાંસોની મરામત કરે એ હવે જરૂરી બન્યું છે


.