વડોદરા તારીખ 30
વડોદરના તરસાલી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર મકરપુરા પોલીસે રેડ કરી હતી. જેના પગલે જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમા સ્થળ પરથી ફતેગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર એવા જમાદાર સહિત 12 ખેલીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા રોકડા રૂપિયા, 10 મોબાઇલ, મોપેડ અને બાઈક મળી રૂ. રૂ.4.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવા સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ 29 ડિસેમ્બર ના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી વિસ્તારમાં આવેલી સરહદ નગર સોસાયટીમાં રહેતો રમેશ બાબુ ચૌહાણ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. હાલમાં પણ જુગાર ધમધમી રહ્યો છે. જેના આધારે મકરપુરા પોલીસે શરદનગરના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. પોલીસના દરોડાના પગલે જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અને વહીવટદાર સંજય સાહેબરાવ બેડસે ઉપરાંત પ્રણવ જીણ પંચાલ, કિણકુમાર નટવરલાલ પંડયા, જીતેન્દ્ર દિલીપ બડગુજર, રાજેશભાઈ ભેલ, હરીશ જગદિશ પોટીદાર, કિશોર અંબુ વણકર, અજય કનૈયાલાલ વર્મા , રમણભાઇ જગમાલ ભરવાડ , રાજેશ બાબાસાહેબ ખરડે, શૈલેષ કનુ જયસવાલને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જુગારીયાઓની અંગજડતી કરતા રૂપિયા 1.84 લાખ, દ ઉપર લાગેલા રૂપિયા 25 હજાર, 10 મોબાઇલ 80 હજાર, મોટર સાયકલ એકટીવા રૂ. 1.55 લાખ મળી રૂ. 4.49 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા :ખુદ પોલીસનો વહીવટદાર જ જુગાર રમતા ઝડપાયો
By
Posted on